Banana: સવારે ખાલી પેટ કેળા ખાશો તો ફાયદાને બદલે થશે નુકસાન, આ 2 તકલીફમાં તો ભુલથી પણ ન ખાતા

Banana: એ વાતમાં કોઈ શંકા નથી કે કેળા સૌથી પોષ્ટિક ફળ છે. બારેમાસ મળતા કેળામાં પોષકતત્વો પણ ભરપુર હોય છે. પરંતુ આ કેળા દરેક વ્યક્તિ માટે લાભકારી નથી.

Banana: સવારે ખાલી પેટ કેળા ખાશો તો ફાયદાને બદલે થશે નુકસાન, આ 2 તકલીફમાં તો ભુલથી પણ ન ખાતા

Banana: કેળા એવું ફળ છે જે બારેમાસ મળે છે. કેળાને જો લિમિટેડ અમાઉન્ટમાં ખાવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. કેળાથી થતા ફાયદા વિશે જાણીને કેટલાક લોકો દિવસની શરૂઆત આ ફળને ખાઈને કરે છે. તો વળી કેટલાક લોકો દૂધ સાથે કેળા નાસ્તામાં ખાતા હોય છે. પરંતુ આ રીતે કેળા ખાવા દરેક વ્યક્તિ માટે સારા નથી. અનેક લોકોને ફાયદા કરતાં કેળા કેટલાક લોકો માટે હાનિકારક પણ છે. તો ચાલો તમને જણાવીએ કયા લોકોએ સવારે ખાલી પેટ કેળા ખાવા નહીં. 

સવારે ખાલી પેટ ન ખાવા કેળા 

કેળા સસ્તા ભાવે બારેમાસ મળતું ફળ છે. આ એવું ફળ છે જેને ગરીબથી લઈને અમીર સરળતાથી ખાઈ શકે છે. કેળા ખાવાથી પેટ પણ ભરાય છે અને શરીરને એનર્જી પણ મળે છે. જે લોકોનું વજન વધતું ન હોય અને વજન વધારવું હોય તેમણે આ ફળ ખાવું જોઈએ. જોકે કેળાને સવારે ખાલી પેટ ખાવાથી બચવું જોઈએ. ખાસ કરીને જે લોકો આ 2 સમસ્યા ધરાવતા હોય તેમણે કેળાથી દૂર જ રહેવું. 

પેટની સમસ્યા 

સવારે ખાલી પેટ કેળા ખાવાથી એસિડિટી અથવા તો ગેસ થઈ જાય છે. જો તમને પહેલાથી જ આવી તકલીફો રહેતી હોય તો કેળા ખાવાથી બચવું. જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ રહેતી હોય તેઓ સવારે ખાલી પેટ કેળા ખાય તો તેમની તકલીફ વધી શકે છે. કારણ કે કેળામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે. સવારે ખાલી પેટ તેને ખાવાથી પાચનની તકલીફો થઈ શકે છે. 

સ્થૂળતા 

કેળા ખાવાથી વજન વધે છે. તેથી જે લોકોનું વજન પહેલાથી જ વધારે હોય તેમણે સવારે ખાલી પેટ કેળા ખાવા નહીં. ખાલી પેટ કેળા ખાવાથી શરીરને વધારે કાર્બોહાઇડ્રેટ અને કેલરી મળે છે જેના કારણે વજન વધે છે. જે લોકોનું વજન વધારે હોય તેમણે દિવસમાં એકથી વધારે કેળું ક્યારેય ન ખાવું. 

કેળા ખાવાનો સમય 

કેળાથી મળતા સ્વાસ્થ્ય લાભ મેળવવા હોય તો તેને યોગ્ય સમયે ખાવાનું શરૂ કરો. કેળાને સવારે ખાલી પેટ ખાવાને બદલે જો તમે બપોરના સમયે ખાશો તો તે વધારો ફાયદો કરશે. બપોરના સમયે શરીરની એનર્જી ઘટવા લાગે છે અને સુસ્તી અનુભવાય છે. આ સમયે જો તમે એક કેળું ખાશો તો શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી મળશે અને પેટ પણ ભરાયેલું લાગશે.જેના કારણે રાત સુધી તમારે કંઈ પણ ખાવા પીવાની જરૂર પણ નહીં પડે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news