Dark Circle: આ છોડ ડાર્ક સર્કલનો છે કાળ, નિયમિત ઉપયોગ કરશો તો ડાર્ક સર્કલનું નામોનિશાન મટી જશે

Dark Circle: ડાર્ક સર્કલના કારણે સુંદર ચહેરો પણ ઝાંખો પડી જાય છે. ડાર્ક સર્કલને મેકઅપથી છુપાવવાને બદલે તમે એલોવેરા જેલની મદદથી કાયમ માટે દુર કરી શકો છો. આજે તમને જણાવીએ ડાર્ક સર્કલ દુર કરવાનો રામબાણ ઈલાજ.

Dark Circle: આ છોડ ડાર્ક સર્કલનો છે કાળ, નિયમિત ઉપયોગ કરશો તો ડાર્ક સર્કલનું નામોનિશાન મટી જશે

Dark Circle: આંખ નીચેની સ્કીન ઘણા બધા કારણોને લીધે ડાર્ક થઈ શકે છે. જો ચહેરા પર ડાર્ક સર્કલ વધી ગયા હોય તો સુંદરતા બગડે છે. ચહેરાના ડાર્ક સર્કલને છુપાવવા માટે મેકઅપનો ઉપયોગ કરી શકાય છે પરંતુ આ ડાર્ક સર્કલને જો કાયમી ધોરણે દૂર કરવા હોય તો એક છોડ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ વસ્તુ નિયમિત રીતે તમે લગાવશો તો ડાર્ક સર્કલનું નામોનિશાન મટી જશે. 

ડાર્ક સર્કલ દૂર કરવા લગાવો એલોવેરા 

એલોવેરામાં ઔષધીય ગુણ હોય છે. મોટાભાગના લોકો ઘરે એલોવેરા ઉઘાડે પણ છે. હેર અને સ્કીન માટે એલોવેરા વરદાન સમાન છે. અલગ અલગ બ્યુટી પ્રોડક્ટમાં પણ એલોવેરાનો ઉપયોગ થાય છે. આ એલોવેરા ડાર્ક સર્કલને દૂર કરી શકે છે. તો ચાલો તમને જણાવીએ એલોવેરાથી ડાર્ક સર્કલ કેવી રીતે દૂર કરવા. 

ડાર્ક સર્કલ દૂર કરવાના ઉપાય 

રાત્રે સુતા પહેલા આંખની આસપાસ એલોવેરા જેલ લગાવો અને હળવા હાથે મસાજ કરો. નિયમિત રાત્રે સુતા પહેલા એલોવેરા અપ્લાય કરશો તો ત્વચાની ડાર્કનેસ દૂર થવા લાગશે અને આંખની આસપાસ દેખાતી ફાઈન લાઈન પણ ઓછી થઈ જશે. એલોવેરાના ઉપયોગથી ત્વચા ગ્લોઇંગ અને મુલાયમ પણ દેખાશે. 

ડાર્ક સર્કલ ઓછા કરવા માટે એલોવેરા જેલનું માસ્ક પણ અપ્લાય કરી શકાય છે. આ માસ્ક તૈયાર કરવા માટે એલોવેરા જેલ અને મધને મિક્સ કરો. આ મિશ્રણમાં તમે ગુલાબજળ પણ ઉમેરી શકો છો. તૈયાર કરેલા મિશ્રણને રૂની મદદથી આંખની આસપાસ અને પછી ચહેરા પર અપ્લાય કરો. 15 મિનિટ સુધી તેને રહેવા દો. ત્યાર પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો. આ માસ્કનો રેગ્યુલર ઉપયોગ કરવાથી ડાર્ક સર્કલ દૂર થવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news