Diabetes: ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે

Arjuna Bark Water: આયુર્વેદમાં કેટલીક એવી જડીબુટ્ટીઓ વિશે જણાવેલું છે જે એક નહીં અનેક ગંભીર સમસ્યાનો રામબાણ ઈલાજ છે. આવી જ વસ્તુ છે અર્જુનની છાલ, આ વસ્તુને ઉપયોગમાં લેવાથી બીપી, શુગર, કોલેસ્ટ્રોલ બધું કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.

Diabetes: ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે

Arjuna Bark Water: બદલતું વાતાવરણ, દોડધામથી ભરેલી જીવનશૈલી અને આહારમાં પોષણનો અભાવ શરીર પર તુરંત અસર કરે છે. આજના સમયમાં સ્વસ્થ જીવનશૈલી જીવવામાં અનેક સમસ્યાઓ નડે છે. બદલાયેલી જીવનશૈલીના કારણે નાની ઉંમરમાં જ ગંભીર સમસ્યાઓ થઈ જાય છે. 30-40 વર્ષના યુવાનોને પણ ડાયાબિટીસ બેડ કોલેસ્ટ્રોલ અને હાર્ટની સમસ્યાઓ જોવા મળે છે. આ બધી તકલીફો એવી છે જેમાં જો સમયસર ધ્યાન રાખવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. 

આયુર્વેદમાં એવી અલગ અલગ જડીબુટ્ટીઓ વિશે જણાવવામાં આવ્યું છે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો આ પ્રકારની સમસ્યાઓને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આજે તમને આવી જ એક રામબાણ જડીબુટ્ટી વિશે જણાવીએ. આ જડીબુટ્ટી છે અર્જુનની છાલ. અર્જુનની છાલ વિશે તમે પણ જાણ્યું હશે. જો આ છાલનું પાણી તૈયાર કરીને પીવામાં આવે તો બ્લડ સુગરને કંટ્રોલ કરવાની સાથે શરીરની અન્ય સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે. તો ચાલો તમને જણાવીએ આ પાણી કેવી રીતે તૈયાર કરવું અને તેને પીવાથી થતા ફાયદા વિશે. 

અર્જુનની છાલનું પાણી બનાવવાની રીત 

એક ગ્લાસ પાણીમાં એક થી બે ચમચી અર્જુનની છાલનો પાવડર મિક્સ કરી દો. હવે આ પાણીને ગરમ કરો. પાણી જ્યારે ઉકળી જાય ત્યારે તેને ગેસ પરથી ઉતારી લો. આ પાણી હુંફાળું હોય ત્યારે ધીરે ધીરે તેને પી લેવું. આ પાણીનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે હાર્ટ સંબંધિત રોગ થવાનું જોખમ ઘટે છે. આ પાણી સવારે જાગીને ખાલી પેટ પીવાથી ફાયદા થાય છે. 

ત્વચા અને વાળને થતો લાભ 

અર્જુનની છાલનું પાણી પીવાથી ફક્ત ગંભીર સમસ્યામાં જ નહીં પરંતુ ત્વચાને અને વાળને પણ ફાયદો થાય છે. અર્જુનની છાલમાં એવા તત્વો હોય છે જે શરીરમાંથી વિષાક્ત પદાર્થને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી ત્વચા સાફ થાય છે. અર્જુનની છાલ વાળને પોષણ આપે છે. 

લીવર અને કિડની માટે ફાયદાકારક 

અર્જુનની છાલનું પાણી લીવરને સ્વસ્થ રાખે છે અને સાથે જ કિડનીને પણ ડીટોક્ષ કરે છે. સવારે અર્જુનની છાલનું પાણી પીવાથી લીવરની કોશિકાઓ જીવંત થાય છે. આ પાણી પીવાથી ફેટી લીવરની સમસ્યાથી બચી શકાય છે. તેનાથી કિડની પણ સ્વસ્થ રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news