Hyundai Creta Electric: હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ અને પ્રાઈઝ ?

Hyundai Creta Electric: હ્યુન્ડાઈ ક્રેટા લોન્ચ કરવામાં આવી છે. આ કાર બે બેટરી ઓપ્શન સાથે આવે છે. હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રિક 8 મોનો ટોન અને 2 ડ્યુઅલ ટોન કલરમાં ઉપલબ્ધ છે. આ કારની અન્ય ખાસિયત શું છે અને તેની કીંમત શું છે ચાલો જાણીએ.

Hyundai Creta Electric: હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ અને પ્રાઈઝ ?

Hyundai Creta Electric: હ્યુન્ડાઈ કંપનીએ પોતાની ક્રેટા કારનું ઈલેક્ટ્રિક વર્ઝન લોન્ચ કર્યું છે. ક્રેટા ઈલેક્ટ્રિકને ચાર વેરિયંટમાં માર્કેટમાં ઉતારવામાં આવી છે. આ કારની શરુઆતી કીંમત 17,99,000 રૂપિયા છે. આ કાર ફુલ ચાર્જ હોય તો 473 કિલોમીટરની શાનદાર રેન્જ આપશે તેવો કંપનીનો દાવો છે.

ઈલેક્ટ્રિક ક્રેટા હ્યુન્ડાઈની લેટેસ્ટ સેફ્ટી ટેકનોલોજી સાથે આવશે. જેમાં ADAS લેવલ 2 નો સમાવેશ થાય છે. આ સિસ્ટમમાં 19 એડવાંસ્ડ સેફ્ટી ફંકશન જેમકે ફ્રંટ બ્લાઈંડ સ્પોટ કોલિજન, કોલિજન વોર્નિંગ, સ્માર્ટ ક્રૂઝ કંટ્રોલ, લેન કીપિંગ આસિસ્ટનો સમાવેશ થાય છે. જે સેફ અને સ્માર્ટ ડ્રાઈવિંગ એક્સપીરિયંસ કરાવે છે. 

હ્યુન્ડાઈ ઈલેક્ટ્રિક ક્રેટાના ફિચર્સ

આ ઈલેક્ટ્રિક એસયૂવીમાં કેટલાક ખાસ ફીચર્સ છે. જેમકે પેસેંજર વોક ઈન ડિવાઈસ, જેનાથી રિયર સીટવાળા ફ્રંટ સીટને ઈલેક્ટ્રિકલી એડજસ્ટ કરી શકે છે. સાથે જ તેમાં ડ્યૂલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, ડ્યૂલ પાવર્ડ સીટ્સ વિથ વેંટિલેશન, પેનારામિક સનરુફ સહિતના ફિચર્સ મળે છે. હ્યુન્ડાઈની આ કાર 8 મોનો ટોન અને 2 ડ્યૂઅલ ટોન કલરમાં ઉપલબ્ધ છે. જેમાં 3 મેટ કલરનો સમાવેશ થાય છે. 

હ્યુન્ડાઈ ક્રેટા બેટરી પેક

હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રિક બે બેટરી ઓપ્શન સાથે આવે છે. જેમાં પહેલું 42kWh નું બેટરી પેક મળે છે. જેની રેંજ 390 કિમી છે. જે 0 થી 100 કિમી કલાકની સ્પીડ માત્ર 8.5 સેકન્ડમાં પકડી લે છે. બીજું બેટરી પૈક છે 51.4kWh જેની રેંજ 473 કિમી છે. આ વેરિયંટ 7.9 સેકન્ડમાં સ્પીડ પકડે છે. કારના ચાર્જિંગ ટાઈમની વાત કરીએ તો તેને ડીસી ફાસ્ટ ચાર્જરથી 10 થી 80 ટકા ચાર્જ થવામાં માત્ર 58 મિનિટ લાગે છે. જ્યારે વોલ બોક્સ ચાર્જરથી કાર 4 કલાકમાં ચાર્જ થઈ જાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news