Surat News

સુરતમાં જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર શોમાં ટાઇટેનિયમ જ્વેલરી આકર્ષણનું કેન્દ્ર
સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટરમાં રૂટ્સ જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરર શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટાઇટેનિયમથી બનાવેલી અનોખી જ્વેલરી અને સમ્રાટ અશોકના સમયથી પ્રેરિત 28 લાખ રૂપિયાનો નેકલેસ મુખ્ય આકર્ષણ બન્યા છે. ટાઈટેનિયમ સામાન્ય રીતે એરોસ્પેસ અને હાર્ટ ઈમ્પ્લાન્ટ્સ માટે વપરાય છે, પરંતુ હવે સુરતના ઉદ્યોગકારોએ ટાઇટેનિયમથી લાઇટવેઇટ અને બાયોફ્રેન્ડલી જ્વેલરી બનાવી છે. ધાતુને 2000 ડિગ્રી સેલ્સિયસ પર પીગળાવામાં આવે છે અને તેમાં લેબ ગ્રોન ડાયમંડ તેમજ રિસાયકલ ગોલ્ડનો સમાવેશ કરીને આ નવીન જ્વેલરી તૈયાર થાય છે. સુરતની કંપનીએ આ મેટલનો ઉપયોગ કરીને ડિઝાઇનર લોકેટ તૈયાર કરી, જે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મોમેન્ટો રૂપે ભેટ આપવામાં આવ્યું છે. 
Dec 16,2024, 13:09 PM IST

Trending news