Bonus Share: 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે આ કંપની , રેકોર્ડ ડેટ કરવામાં આવી જાહેર, 6 મહિનામાં પૈસા કર્યા છે ડબલ
Bonus Share: આ ફાઈનાન્સ કંપનીએ પાત્ર રોકાણકારોને 1 શેર પર 1 શેર બોનસ આપશે. જેના માટે રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે અને 17 જાન્યુઆરીના રોજ કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી હતી.
Bonus Share: રિચફિલ્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના શેરોએ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન સારું પ્રદર્શન કર્યું છે. હવે કંપની પાત્ર રોકાણકારોને 1 શેર પર 1 શેર બોનસ આપશે. જેના માટે રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે રિચફિલ્ડ સર્વિસિસ લિમિટેડના શેરમાં અપર સર્કિટ જોવા મળી હતી. જે બાદ કંપનીના શેરની કિંમત 2 ટકા વધીને 117.82 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.
કંપનીએ એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે 1 શેર પર 1 શેર બોનસ આપવામાં આવશે. આ બોનસ ઈશ્યુ માટેની રેકોર્ડ ડેટ શુક્રવાર, 14 ફેબ્રુઆરીના રોજ નક્કી કરવામાં આવી છે.
એટલે કે, આ દિવસે જે રોકાણકારોનું નામ રેકોર્ડ બુકમાં રહેશે તેમને જ બોનસ શેરનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે, કંપની પહેલીવાર પોતાના રોકાણકારોને બોનસ શેર આપી રહી છે.
રિચફિલ્ડ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડે ડિવિડન્ડ ચૂકવ્યું છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં કંપની દ્વારા ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ કંપનીએ પાત્ર રોકાણકારોને એક શેર પર રૂ. 0.80નું ડિવિડન્ડ આપ્યું હતું.
માત્ર એક સપ્તાહમાં બોનસ શેર આપનારી કંપનીના શેરના ભાવમાં 10 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, આ નવા વર્ષમાં કંપનીના શેરની કિંમતમાં 26 ટકાનો વધારો થયો છે. આ શેરે માત્ર 6 મહિનામાં પોઝિશનલ રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. કંપનીએ આ સમયગાળા દરમિયાન 125 ટકા વળતર આપ્યું છે. જ્યારે આ જ સમયગાળામાં સેન્સેક્સ 5 ટકાથી વધુ ઘટ્યો છે.
છેલ્લા એક વર્ષમાં રિચફિલ્ડ ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડના શેરના ભાવમાં 600 ટકાથી વધુનો વધારો થયો છે. કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 117.82 અને રૂ. 16.53 પ્રતિ શેર છે.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
Trending Photos