આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જ્યારે આ મહાનગરમાં ભાવમાં થયો વધારો, જાણો

Today Petrol-Diesel Price: 18 જાન્યુઆરી માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આજે ગુજરાતના અનેક શહેરોમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો અને ઘટાડો બન્ને થયો છે. તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. 
 

આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જ્યારે આ મહાનગરમાં ભાવમાં થયો વધારો, જાણો

Today Petrol-Diesel Price: આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતમાં વધઘટ થઈ રહી છે, પરંતુ સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલ પર તેની વધારે અસર થઈ રહી નથી. ઓઈલ કંપનીઓએ 18 જાન્યુઆરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. 18 જાન્યુઆરીએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો નથી પણ અમુક શહેરોમાં ભાવ સસ્તો થયો છે તો અમુક શહેરોમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થયો છે. 

આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ થોડા વધ્યા ઘટ્યા છે, ઓઈલ કંપનીઓ દ્વારા ઓઈલના ભાવમાં છેલ્લી વખત માર્ચ 2024માં મોટો વધારો-ઘટાડો કરવામાં આવ્યો હતો. સરકારી ઓઈલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કરે છે. અહીં તમે મેટ્રો સહિત વિવિધ શહેરોની કિંમતો જાણી શકો છો.

પેટ્રોલ-ડિઝલના ભાવમાં 0.22 પૈસાનો ઘટાડો

ગુજરાતના મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં આજે પેટ્રોલ-ડિઝલના ભાવમાં 0.22 પૈસાનો ઘટાડો થયો છે, જ્યારે ગાંધીનગરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 0.49 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય શહેરોની વાત કરીએ તો બનાસકાંઠામાં આજે પેટ્રોલ-ડિઝલના ભાવમાં 0.33 પૈસાનો વધારો થયો છે, જ્યારે જામનગરમાં આજે 0.39 પૈસાનો ઘટાડો થયો છે. મહેસાણામાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 0.42 પૈસાનો ઘટાડો થયો છે. સુરેન્દ્રનગરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં 0.50 પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે બોટાદમાં આજે 0.34  પૈસાનો વધારો થયો છે. 

મુંબઈમાં પ્રતિ લીટર કિંમત 103.94 રૂપિયા

જ્યારે દેશના મોટા શહેરોની વાત કરીએ તો  દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લિટર છે. આ સિવાય મુંબઈમાં પ્રતિ લીટર કિંમત 103.94 રૂપિયા અને ડીઝલની પ્રતિ લીટર કિંમત 89.97 રૂપિયા છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા છે. છેલ્લે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 100.85 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.44 રૂપિયા પ્રતિ લીટર છે.

  • બેંગલુરુ 102.86   88.94
  • લખનૌ 94.65    87.76
  • નોઇડા 94.66    87.76
  • ગુરુગ્રામ 94.98   87.85
  • ચંદીગઢ 94.24   82.40
  • પટણા 105.42   92.27

OMCs કિંમતો બહાર પાડે છે

તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યો નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા જેવી કંપનીઓ તેમની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. તમે ઘરે બેઠા પણ પેટ્રોલ-ડિઝલના ભાવ જાણી શકો છો.

તમે ઘરે બેઠા ભાવ ચેક કરી શકો છો

તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news