Kareena Kapoor Khan: હુમલાની રાત્રે ઘરમાં શું થયું હતું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી દરેક વિગત

Kareena Kapoor Khan's Statement: સૈફ અલી ખાન પર થયેલા એટેકની રાત્રે ઘરમાં શું થયું અને માહોલ કેવો હતો તે અંગે કરીના કપૂર ખાને પોલીસમાં દરેક વિગતો જણાવી દીધી છે. કરીના કપૂરે પોલીસને નજરે જોયેલી ઘટનાની દરેક વિગતો આપી દીધી છે જે આ મુજબ છે.

Kareena Kapoor Khan: હુમલાની રાત્રે ઘરમાં શું થયું હતું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી દરેક વિગત

Kareena Kapoor Khan's Statement: બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે ઘરમાં કામ કરતી નૈની પછી કરીના કપૂરે પોલીસમાં પોતાનું નિવેદન નોંધાવી દીધું છે. કરીના કપૂર એ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે સૈફ અલી ખાને એકલા હાથે જ તે વ્યક્તિનો સામનો કર્યો હતો. બાળકો અને ઘરની મહિલાઓ સુરક્ષિત રહે તે માટે સૈફ અલી ખાને તેમને બારમા માળે મોકલી દીધા હતા. ઘરના લોકોનો બચાવ તેણે કર્યો જેના કારણે તે પોતે ઇજાગ્રસ્ત થઈ ગયો. 

મુંબઈ પોલીસને પોતાનું નિવેદન આપતા કરીના કપૂર એ જણાવ્યું કે, જ્યારે હુમલો થયો ત્યારે સૈફ અલીએ બાળકોને અને મહિલાઓને બારમાં માળે મોકલી દીધા. બાળકો અને મહિલાઓ સુરક્ષિત રહે તે માટે સૈફ અલીએ બધા જ પ્રયત્ન કર્યા. હુમલો કરનાર વ્યક્તિ તેના નાના દીકરા જહાંગીર સુધી ન પહોંચે તે માટે સૈફ અલી ખાન એ વ્યક્તિનો સામનો કર્યો. કરીના કપૂરે એવું પણ જણાવ્યું કે હુમલો કરનાર વ્યક્તિએ ઘરમાં ચોરી કરી નથી. પરંતુ તે ખૂબ જ ગુસ્સામાં હતો. અને ગુસ્સામાં જ તેણે સૈફ અલી પર વારંવાર હુમલો કરી દીધો. આ ઘટના પછીથી કરીના કપૂર ડરી ગઈ હતી તેથી કરિશ્મા કપૂર તેને પોતાના ઘરે લઈ ગઈ. 

કરીના કપૂરના ઘરે કામ કરતી નૈનીનું નિવેદન 

કરીના કપૂર પહેલા તેના બાળકોનું ધ્યાન રાખતી નૈનીએ પોલીસમાં નિવેદન નોંધાવ્યું હતું. તેણે પોલીસને કહ્યું કે છેલ્લા ચાર વર્ષથી તે કરીના કપૂરના ઘરમાં કામ કરે છે. 15 જાન્યુઆરીની રાત્રે 2:00 વાગ્યા આસપાસ અચાનક તેને વિચિત્ર અવાજ સંભળાયો. તે બાથરૂમની લાઈટ ચાલુ જોઈને ત્યાં તપાસ કરવા ગઈ તો એક વ્યક્તિ ત્યાંથી બહાર નીકળ્યો અને જેહ પાસે જવા લાગ્યો. તેને જોઈને તે બાળકો પાસે પહોંચી ગઈ પરંતુ તે વ્યક્તિએ અવાજ ન કરવાનો ઈશારો કર્યો અને ડરાવી. 

હુમલો કરવા આવેલા વ્યક્તિએ 1 કરોડની માંગ કરી હતી. રૂમમાં અવાજ સાંભળીને કરીના અને સેફ પણ ત્યાં દોડી આવ્યા. જ્યારે ગુસ્સામાં રહેલા વ્યક્તિને સૈફ અલીએ બાળકો પાસે જતા અટકાવ્યો તો તેને પર હુમલો કરી દીધો. જેના કારણે સૈફ અલી ખાનને અલગ અલગ જગ્યાએ ચાકુ વાગી ગઈ. હુમલો કરીને તે વ્યક્તિ બહાર ભાગી ગયો. 

આ ઘટના પછી ઘાયલ થયેલો સૈફ અલી ખાન તેમુર સાથે ઓટો રિક્ષામાં લીલાવતી હોસ્પિટલ પહોંચ્યો. હિંમતપૂર્વક લીલાવતી હોસ્પિટલમાં પહોંચીને પોતાની સારવાર શરૂ કરાવી. સૈફ અલી ખાનની હિંમતના વખાણ ડોક્ટર્સની ટીમે પણ કર્યા. સર્જરી પછી સૈફ અલીની કરોડરજ્જુમાંથી 2.5 ઇંચનો ચાકુનો ટુકડો કાઢવામાં આવ્યો. હાલ પોલીસની 35 ટીમ આરોપીને તલાશ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news