ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને...થર થર કાંપી રહ્યા છે વૈજ્ઞાનિકો
એક નવી ચિંતા ઊભી થઈ છે જેના કારણે એકસપર્ટ્સ પણ ચિંતાતૂર થયા છે. બાર્ડારબુંગા નામના જ્વાળામુખીની આજુબાજુ ભૂકંપ સંલગ્ન ગતિવિધિઓમાં અચાનક વધારો જોવા મળ્યો છે.
Trending Photos
આઈસલેન્ડના બાર્ડારબુંગા જ્વાળામુખીની આજુબાજુ હાલના દિવસોમાં ભૂકંપ સંલગ્ન ગતિવિધિઓમાં અચાનક વધારો જોવા મળ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 5 દિવસની અંદર 130થી વધુ ભૂકંપની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. આ ઘટનાઓ 14 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થઈ હતી. જેમાં 5.1ની તીવ્રતાવાળો મોટો ભૂકંપ પણ સામેલ છે.
બાર્ડારબુંગા જ્વાળામુખીમાં વિસ્ફોટ
બાર્ડારબુંગા જ્વાળામુખી આઈસલેન્ડના સૌથી વિશાળ જ્વાળામુખીવાળા વિસ્તારોમાંથી એક છે. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં અનેક શક્તિશાળી જ્વાળામુખી ઘટનાઓ જોવા મળી ચૂકી છે. સૌથી મોટી ઘટના વર્ષ 2014-15 વચ્ચે થઈ હતી. જે 300 વર્ષમાં અત્યાર સુધીનો સૌથી મોટો વિસ્ફોટ ગણાય છે. તેને જોતા વિશેષજ્ઞ બાર્ડારબુંગા જ્વાળામુખીમાં સંભવિત વિસ્ફોટને લઈને સ્થિતિની બારીકાઈથી ચકાસણી કરી રહ્યા છે.
જ્વાળામુખીમાં થશે વિસ્ફોટ?
આઈસલેન્ડિંક હવામાન વિજ્ઞાન કાર્યાલય ( IMO) ના જણાવ્યાં મુજબ બાર્ડારબુંગા લગભગ 190km માં ફેલાયેલો વિસ્તાર છે. જેનો કેન્દ્રીય સ્ટ્રેટોવોલ્કેનો મોટાભાગે બરફથી ઢંકાયેલો છે. તેમાં એક ખુબ મોટો કેલ્ડેરા છે જે એક ગ્લેશિયરથી ભરાયેલો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે બાર્ડારબુંગામાં અસામાન્ય રીતે ભૂકંપની ગતિવિધિઓ જોવા મળી રહી છે. જો કે તેને લઈને કોઈ સટીક પરિણામની ભવિષ્યવાણી કરવી થોડી અઘરી છે. પ્રસ્તાવિત પરિદ્રશ્યોમાં વર્ષ 2014ની ઘટનાના જેવું જ કાલ્ડેરાની બહાર વિસ્ફોટથી લઈને ગ્લેશિયરની નીચે વધુ વિસ્ફોટ થવાની ગતિવિધિઓ જોવા મળી છે.
વિસ્ફોટની શું થશે અસર?
જો કાલ્ડેરાની અંદર વિસ્ફોટ થાય તો તેનાથી ગ્લેશિયર ફાટી શકે છે. જેનાથી પૂર અને રાખ ઉત્સર્જન જેવી ગંભીર પરિસ્થિતિઓ પેદા થઈ શકે છે. આમ તો વિસ્તારમાં ભૂકંપ સંલગ્ન ગતિવિધિઓ પહેલેથી જ નોંધાયેલી હતી પરંતુ હાલમાં આવેલા ભૂકંપે ચિંતા વધારી દીધી છે. વૈજ્ઞાનિક એ સમજવાની કોશિશ કરી રહ્યા છે કે શું ભૂકંપ આવનારા વિસ્ફોટ સંલગ્ન મેગ્મા મૂવમેન્ટ કે ટેક્ટોનિક ફેરફારનો સંકેત આપે છે કે નહીં. અત્રે જણાવવાનું કે બાર્ડારબુંગા જ્વાળામુખીના અનોખા જિયોગ્રાફિકલ ફીચરના કારણે તેને વારંવાર દેખરેખ અને મોનિટરિંગની જરૂર પડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે