Bamboo Plant: ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
How to take care of Bamboo Plant: મોટાભાગના લોકો ઘર કે ઓફિસમાં બામ્બુ પ્લાન્ટ રાખે છે. ફેંગશૂઈ અનુસાર આ છોડ લકી હોય છે. તેથી જરૂરી થઈ જાય છે કે આ છોડ સુકાઈ નહીં તે વાતનું ધ્યાન રાખવામાં આવે. આજે તમને બામ્બુ પ્લાન્ટને કેવી રીતે સાચવવો તે જણાવીએ.
Trending Photos
How to take care of Bamboo Plant: બામ્બુ પ્લાન્ટને લકી છોડ માનવામાં આવે છે. આ પ્લાન્ટને લોકો ઘર ઓફિસમાં રાખવાનું પસંદ કરે છે. માન્યતા છે કે આ છોડ જ્યાં હોય ત્યાં સમૃદ્ધિ વધે છે. આ નાનકડો છોડ દેખાવમાં પણ સુંદર હોય છે અને તે ઘરમાં સૌભાગ્ય અને પોઝિટિવિટી વધારે છે. પરંતુ શિયાળા દરમિયાન જો આ છોડનું ધ્યાન રાખવામાં ન આવે તો તે કરમાવા લાગે છે.. વાસ્તુશાસ્ત્રમાં છોડનું કરમાવું શુભ નથી ગણાતું. તેવામાં જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખો તો લકી બામ્બુ છોડ ક્યારે કરમાશે નહીં. આજે તમને બામ્બુ પ્લાન્ટને કેવી રીતે સાચવવો જોઈએ તેની કેટલીક ટિપ્સ જણાવીએ.
1. બામ્બુ પ્લાન્ટ માટે યોગ્ય પોટ અને માટી પસંદ કરવી. બામ્બુ પ્લાન્ટ એવા પોટમાં રાખવો જેમાં નીચેની તરફ પાણી નીકળવાની વ્યવસ્થા હોય. બામ્બુ પ્લાન્ટ માટેની માટીમાં ખાતર પણ ઉમેરવું જોઈએ જેથી પ્લાન્ટ સારી રીતે ખીલે.
2. બામ્બુ પ્લાન્ટની માટી ભેજવાળી રહે તે જરૂરી છે પરંતુ તેને વધારે પડતી ભીની ન રાખવી. બામ્બુ પ્લાન્ટમાં હંમેશા થોડું પાણી ઉમેરવું જેથી માટી ભેજવાળી રહે પણ ભીની ન થાય. જો પ્લાન્ટમાં વધારે પાણી નાખવામાં આવે તો પ્લાન્ટ કરમાઈ જાય છે.
3. બામ્બુ પ્લાન્ટને એવી જગ્યાએ રાખો જ્યાં તેને ડાયરેક્ટ તડકો ન આવતો હોય. જો પ્લાન્ટને ડાયરેક્ટ સનલાઇટમાં રાખશો તો તે સુકાઈ જશે. તેના પર હળવો પ્રકાશ પડે તેવી વ્યવસ્થા કરવી.
4. બામ્બુ પ્લાન્ટ માટે તમે લિક્વિડ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરી શકો છો. દર ચારથી છ અઠવાડિયામાં આ પ્લાન્ટમાં ફર્ટિલાઇઝર ઉમેરવું.
5. બામ્બુ પ્લાન્ટની જે ડાળ પીળી પડી જાય કે સુકાઈ જાય તેને કાપીને અલગ કરી દો.
6. જો બામ્બુ પ્લાન્ટને પાણીમાં રાખ્યો હોય તો દર 5 દિવસે પાણી બદલવું અને બામ્બુ પ્લાન્ટને કાચના કન્ટેનરમાં જ રાખવો.
7. બામ્બુ પ્લાન્ટના સપોર્ટ માટે તેમાં ચીકણા પથ્થર રાખી શકો છો. જો પ્લાન્ટમાં પથ્થર રાખ્યા હોય તો દર 7 દિવસે આ પથ્થરને પણ પાણીથી સાફ કરી દેવા.
8. બામ્બુ પ્લાન્ટને ઘરની અંદર જ રાખવો જોઈએ. અઠવાડિયામાં એક દિવસ તેને તડકામાં રાખો અને પછી તેને ઇનડાયરેક્શન લાઈટમાં રાખવાથી તે સારી રીતે ખીલે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે