ગુજરાતમાં મતદાનના સપ્તાહમાં 30 હજારથી વધુ લગ્ન, ઉમેદવારો ચિંતામાં! હવે વોટિંગનું શું થશે?
ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પોતાના મતદારોને મત આપવા માટે દરેક પક્ષના ઉમેદવારો કમર કસી રહ્યા છે. ત્યારે બીજી તરફ એવી પરીસ્થિતિ છે કે જેના કારણે મતદાન ઓછું થાય તેવું લાગી રહ્યું છે.
Trending Photos
આશકા જાની/અમદાવાદ: ગુજરાતમાં વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, બે તબક્કામાં મતદાન થવાનું છે. જેને લઈ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાનમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જ્યારે ગુજરાતમાં મતદાનની તારીખોની સાથે લગ્ન ની મોસમ પણ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પોતાના મતદારોને મત આપવા માટે દરેક પક્ષના ઉમેદવારો કમર કસી રહ્યા છે. ત્યારે બીજી તરફ એવી પરીસ્થિતિ છે કે જેના કારણે મતદાન ઓછું થાય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં મતદાન બે તબક્કામાં થવાનું છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજવાનું છે અને 8 ડિસેમ્બરના દિવસે પરિણામ આવાનું છે.
ત્યારે વાત કરીએ આ દિવસોમાં લગ્નનના મુહૂર્તની તો... તારીખ 1, 2, 4, 5 અને 8 મી ડિસેમ્બરના દિવસે ગુજરાતમાં અંદાજે 30 હજારથી વધુ લગ્ન છે. પંડિતોના મતે આ દિવસોમાં સૌથી વધુ લગ્ન માટે શુભ દિવસ છે અને સૌથી વધુ પ્રમાણમાં શુભ મુહૂર્ત પણ છે. લગ્ન મુહૂર્તમાં હોવાથી આગળ પાછળના દિવસોમાં રીતરિવાજ મુજબ ફંકશન રહેવાના આટલા બધા લગ્ન હોવાના કારણે લોકો સામાજિક કાર્યક્રમોમાં સતત વ્યસ્ત રહેવાના છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો મતદાન નહિ કરી શકે તેવું લાગી રહ્યું છે.
આ પણ જુઓ વીડિયો:-
મતદાન અને પરિણામના દિવસોમાં જે રીતે આટલી મોટી સંખ્યામાં લગ્નના મુહૂર્ત છે તે મતદાન પર અસર કરશે. જ્યારે બીજી તરફ મતદારોને પોતાનો કિંમત હક મતદાનનો ઉપયોગ કરવા અને સામાજિક પ્રસંગોમાંથી થોડો સમય કાઢી મત આપવા માટે અપીલ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે