વિધાનસભાની વાતઃ માંગરોળમાં આ વખતે કોની વાત માનશે મતદારો? જાણો વર્તમાન સમીકરણો

Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ ગુજરાતમાં 11 એવી બેઠક છે જેમાં કુલ મતદારોમાં મુસ્લિમ વસ્તી 35 ટકાથી વધારે છે. જૂનાગઢ જિલ્લાની માંગરોળ પણ તેમાંથી એક છે. આ સીટ પરથી કોંગ્રેસ નેતા બાબુ વાજાએ જીત મેળવી હતી. 2017માં યોજાયેલી ચૂંટણીમાં તેમણે ભાજપના ઉમેદવારને પરાજય આપ્યો હતો.

વિધાનસભાની વાતઃ માંગરોળમાં આ વખતે કોની વાત માનશે મતદારો? જાણો વર્તમાન સમીકરણો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે વિધાનસભાની વાતમાં જાણીશું માંગરોળ વિધાનસભાની વાત...

જૂનાગઢ જિલ્લાની માંગરોળ વિધાનસભા બેઠક જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલી છે. તે આ તાલુકાનું મુખ્યાલય પણ છે. માંગરોળ માછલી પકડવાનું મુખ્ય બંદર છે. અહીંયા મોટી સંખ્યામાં માછીમારો રહે છે. અહીંયા મોટાભાગે મત્સ્યપાલનનો ઉદ્યોગ વિકસેલો છે. જે યૂરોપીય દેશોમાં નિકાસ કરવામાં આવે છે. ગુજરાતની 182 વિધાનસભા સીટમાંથી માંગરોળ સીટનો નંબર 89 છે.  

બેઠકનો રાજકીય ઈતિહાસ: 
માંગરોળ વિધાનસભા સીટ પર વર્ષ 2012 અને 2017માં કોંગ્રેસે જીત મેળવી હતી. ગુજરાતમાં 11 એવી બેઠક છે જેમાં કુલ મતદારોમાં મુસ્લિમ વસ્તી 35 ટકાથી વધારે છે. જૂનાગઢ જિલ્લાની માંગરોળ પણ તેમાંથી એક છે. આ સીટ પરથી કોંગ્રેસ નેતા બાબુ વાજાએ જીત મેળવી હતી. 2017માં યોજાયેલી ચૂંટણીમાં તેમણે ભાજપના ઉમેદવારને પરાજય આપ્યો હતો. તેમણે ભાજપના ઉમેદવાર ભગવાનજી કરગટિયાને હાર આપી હતી. 

વિધાનસભા ચૂંટણીમાં માંગરોળનો ટ્રેક રેકોર્ડઃ 
વર્ષ        વિજેતા                          પક્ષ  

2007       ભગવાન કરગટિયા     ભાજપ 

2012       રાજેશ ચુડાસમા         ભાજપ 

2014       બાબુભાઈ વાજા         કોંગ્રેસ 

(પેટાચૂંટણી) 

2017       બાબુભાઈ વાજા         કોંગ્રેસ 

 

 
માંગરોળ બેઠક પર મતદારો:  
માંગરોળમાં કોળી સમાજની વસ્તી 40 ટકા અને મુસ્લિમ સમુદાયની વસ્તી 35 ટકા છે. આજ કારણ છે કે આ સીટ પર કોળી અને મુસ્લિમ સમાજનું પ્રભુત્વ રહ્યું છે. અહીંયા કુલ વસ્તીમાં એસસી અને એસટી સમુદાયની વસ્તી કુલ 9 ટકાથી વધારે છે. 

વિસ્તારની સમસ્યાઓ: 
માંગરોળના લોકોની સમસ્યાની વાત કરીએ તો સૌથી વધારે નુકસાન ખેડૂતોને છે. સમુદ્રના વધી રહેલા ખારાશના કારણે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે. એવામાં ખેડૂતો સરકાર પાસે સિંચાઈના પાણીની માગણી કરે છે. પરંતુ હજુ સુધી તેને પૂરી કરવામાં આવી નથી. તે સિવાય ખેડૂતોને ફસલ વીમા પાકની ચૂકવણી પણ કરવામાં આવી નથી અને તેમને યોગ્ય વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news