TV ઇંડસ્ટ્રીને વધુ એક આંચકો! 'મલખાન' બાદ હવે આ અભિનેતાનું હાર્ટ એટેકથી થયું નિધન

Bhabi Ji Ghar Par Hai શોના એક્ટર 'દીપેશ ભાન' (Deepesh Bhan) એટલે કે 'મલખાન' ના અચાનક દેહાંત બાદ ટીવી ઇંડસ્ટ્રીને વધુ એક આંચકો લાગ્યો છે. તમને જણાવી દઇએ કે ટીવી ઇંડસ્ટ્રીના વધુ એક ફીટ એક્ટરનું અચાનક હાર્ટ એટેકથી મોત થયું છે. 
 

TV ઇંડસ્ટ્રીને વધુ એક આંચકો! 'મલખાન' બાદ હવે આ અભિનેતાનું હાર્ટ એટેકથી થયું નિધન

Siddhannth Vir Surryavanshi dies of heart attack: ભારતીય ટીવી ઇંડસ્ટ્રી માટે આ વર્ષ ખૂબ મુશ્કેલ રહ્યું છે. સ્ટારની આ દુનિયાએ ગત મહિનામાં ઘણા યંગ સ્ટારને અચાનક ગુમાવી દીધી છે. અત્યારે એક્ટર્સ 'ભાભી જી ઘર પર હૈ' (Bhabi Ji Ghar Par Hai) સીરિયલના 'મલખાન' (Malkhan) એટલે કે 'દીપેશ ભાન' (Deepesh Bhan) અને કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ (Raju Srivastav Death)  ની ડેથથી બહાર નિકળ્યા નથી અને વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઇએ કે વધુ એક યંગ એક્ટરનું હાર્ટ એટેકથી મોત થયું છે અને તેના વિશે હાલ અહેવાલ પ્રાપ્ત થયા છે. આવો જાણીએ કે આ એક્ટર કોણ છે અને તેની સાથે શું થયું...  

'મલખાન' બાદ આ એક્ટરનું હાર્ટ એટેકથી થયું મોત
જો તમે વિચારી રહ્યા છો કે અમે અહીં કયા એક્ટર વિશે વાત કરી રહ્યા છે તો આવો ડીટેલમાં જાણીએ. થોડીવાર પહેલાં જ સમાચાર સામે આવ્યા છે કે ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશી (Siddhaanth Vir Surryavanshi) નું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ એક્ટરને ઘણા મોટા ટીવી શોમાં જોવા મળ્યા છે અને તેમની ઉંમર ખૂબ જ નાની છે.  

TV ઇંડસ્ટ્રીને લાગ્યો મોટો આંચકો!
તમને જણાવી દઇએ સિદ્ધાંત વીર સૂર્યવંશી (Siddhannth Vir Surryavanshi), જેમનું નામ પહેલાં આનંદ વીર સૂર્યવંશી (Siddhannth Vir Surryavanshi) હતું. તે ફક્ત 46 વર્ષના હતા અને મુંબઇમાં જ રહેતા હતા. સિદ્ધાંત કસોટી જીંદગી કી  (Kasautii Zindagii Kay) અને  (Mamta) જેવી ઘણી સિરિયલોમાં કામ કરી ચૂક્યા છે. રિપોર્ટ્સ અનુસાર સિદ્ધાંત જિમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મોત થયું. 

સિદ્ધાંતે 2017 માં બીજીવાર લગ્ન કર્યા હતા, 2020-2021 માં તેમ્ણે 'ક્યો રિશ્તોં મે કટ્ટી-બટ્ટી' (Kyun Rishton mein Katti Batti) સીરિયલમાં લીડ રોલ ભજવ્યો હતો અને 2022 માં તેમને 'જિદ્દી દિલ માને ના' (Ziddi Dil Maane Na) સીરિયલમાં છેલ્લીવાર જોવા મળ્યા હતા.  

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news