તિસ્તા સેતલવાડ કેસ પર BJPની પ્રતિક્રિયા, 'અહેમદ પટેલ માત્ર એક નામ, પાછળ છે સોનિયા ગાંધી'

અહેમદ પટેલ માત્ર એક નામ છે, તેમની પાછળ સોનિયા ગાંધી હતા. તિસ્તા સેતલવાડને 30 લાખનો પ્રથમ હપ્તો આપવામાં આવ્યો હતો. કલ્પના કરો કે ગુજરાત સરકારને અસ્થિર કરવા માટે કરોડો રૂપિયા આપવામાં આવ્યા હશે.

 તિસ્તા સેતલવાડ કેસ પર BJPની પ્રતિક્રિયા, 'અહેમદ પટેલ માત્ર એક નામ, પાછળ છે સોનિયા ગાંધી'

નવી દિલ્હી: તિસ્તા સેતલવાડ કેસ અંગે SITના દાવા પર ભાજપે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ આજે ​​(શનિવાર) પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સંબિત પાત્રાએ કહ્યું કે અહેમદ પટેલ માત્ર એક નામ છે, તેમની પાછળ સોનિયા ગાંધી હતા. તિસ્તા સેતલવાડને 30 લાખનો પ્રથમ હપ્તો આપવામાં આવ્યો હતો. કલ્પના કરો કે ગુજરાત સરકારને અસ્થિર કરવા માટે કરોડો રૂપિયા આપવામાં આવ્યા હશે.

સંબિત પાત્રાએ કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, આજે આટલા વર્ષો બાદ ગુજરાત રમખાણ કેસનું સત્ય સામે આવ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ આ કેસમાં પીએમ નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી છે અને નામદાર કોર્ટે પણ માન્યું કે આ કેસમાં ષડયંત્ર થયું છે. આ કેસમાં અહમદ પટેલે તિસ્તાને બે વખત પૈસા આપ્યા હતા. તિસ્તાને કુલ 30 લાખ રૂપિયા મળ્યા હતા. અહમદ પટેલ એ સમયે સોનિયા ગાધીના સચિવ હતા. પરંતુ અહમદ પટેલ માત્ર એક નામ છે, અસલ તો સોનિયા ગાંધીનું કામ છે. અહમદ પટેલને સોનિયા ગાંધીએ જ પૈસા આપ્યા હતા. આખું ષડયંત્ર સોનિા ગાંધીએ રચ્યું હતું.

સંબિત પાત્રાએ ઉમેર્યું કે, તિસ્તાના કામથી ખુશ થઈ સોનિયા ગાંદીએ તેણે પદ્મશ્રી આપ્યો હતો. 2007 માં તિસ્તાને પદ્મશ્રી અપાયો હતો. પરંતુ સમગ્ર કેસમાં નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું કામ થયું છે. તેમણે ઉમેર્યું કે, તિસ્તા માનવતા માટે કામ નહોતી કરતી. તિસ્તાને રાજ્યસભાની સીટ જોઈતી હતી. આ મુદ્દે સોનિયા ગાંધી દેશ સામે આવીને જવાબ આપે. હાલ આ કેસમાં તિસ્તા અને સંજીવ ભટ્ટની ધરપકડ કરી દેવાઈ છે. સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીને પ્રમોટ કરવા માટે પોતાની તિજોરીમાંથી પૈસાનો ઉપયોગ કર્યો હતો.

કોંગ્રેસનું સત્ય હવે સામે આવ્યું છેઃ સંબિત પાત્રા
ગુજરાત રમખાણો પર SITના રિપોર્ટ પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસે તે સમયે નરેન્દ્ર મોદીને બદનામ અને અપમાનિત કરવાનું કાવતરું ઘડ્યું હતું, હવે તેનું સત્ય ધીમેધીમે બહાર આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે મોદીને ક્લીનચીટ આપતાં કહ્યું હતું કે કેટલાક લોકો માત્ર પોતાના ઈરાદાથી આ મામલાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.

— BJP (@BJP4India) July 16, 2022

પાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, જે પણ કરવામાં આવ્યું તે માત્ર ગુજરાત અને મોદી સરકારને બદનામ કરવા માટે કરવામાં આવ્યું હતું. સોનિયા ગાંધીએ પોતાની તિજોરીમાંથી તિસ્તા સેતલવાડને અંગત ઉપયોગ માટે પૈસા આપ્યા હતા. તેમણે કહ્યું, આ આખો ખેલ અહેમદ પટેલે અંજામ આપ્યો હતો, પરંતુ તેની પાછળ સોનિયા ગાંધીનો હાથ હતો. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને તિસ્તા સેતલવાડ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ગુજરાત રમખાણો બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તિસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપ્યા હતા. સંબિતે કહ્યું કે વાઇન ઈન શૂઝ, રિસોર્ટ... આ તિસ્તા સેતલવાડની હકીકત છે. વાસ્તવમાં તિસ્તા સેતલવાડની જામીન અરજીમાં SITના એફિડેવિટમાં મોટો ખુલાસો થયો છે. આરોપ છે કે ગોધરાકાંડ બાદ તિસ્તાને 30 લાખ રૂપિયા અહેમદ પટેલના કહેવા પર મળ્યા હતા.

SITના એફિડેવિટને આધાર બનાવીને સંબિત પાત્રાએ કહ્યું કે એફિડેવિટથી સત્ય બહાર આવ્યું છે કે આ ષડયંત્ર પાછળ કોણ હતા. સંબિત પાત્રાએ કહ્યું કે અહેમદ પટેલના કહેવાથી તિસ્તા સેતલવાડ અને અન્યોએ ગુજરાત સરકારને અસ્થિર કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેમણે કહ્યું કે અહેમદ પટેલ માત્ર એક નામ છે, જેનું પ્રેરક બળ તેમના બોસ સોનિયા ગાંધી હતા. સોનિયા ગાંધીએ તેમના મુખ્ય રાજકીય સલાહકાર અહેમદ પટેલ દ્વારા ગુજરાતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું અપમાન કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે આ સમગ્ર ષડયંત્રના આર્કિટેક્ટ હતા.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સમગ્ર મામલે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. સંબિત પાત્રાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે. તમને જણાવી દઈએ કે, સ્વ. અહમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news