Corona Virus: રોકેટ ગતિથી વધી રહ્યા છે કેસ, WHO એ ચેતવણી ઉચ્ચારતા કહ્યું- બેદરકારી ભારે પડશે

Corona Latest Update: દેશમાં કોરોનાનો કહેર ફરીથી વધી રહ્યો છે. લોકો કોરોના જતો રહ્યો છે એમ સમજીને બેદરકારી વર્તી રહ્યા છે અને માર્ગદર્શિકાનું પણ પાલન થતું નથી. કોરોનાના કેસ દિન પ્રતિદિન રોકેટ ગતિથી વધી રહ્યા છે. મોતના આંકડામાં પણ વધારો જોવા મળે છે.

Corona Virus: રોકેટ ગતિથી વધી રહ્યા છે કેસ, WHO એ ચેતવણી ઉચ્ચારતા કહ્યું- બેદરકારી ભારે પડશે

Corona Latest Update: દેશમાં કોરોનાનો કહેર ફરીથી વધી રહ્યો છે. લોકો કોરોના જતો રહ્યો છે એમ સમજીને બેદરકારી વર્તી રહ્યા છે અને માર્ગદર્શિકાનું પણ પાલન થતું નથી. કોરોનાના કેસ દિન પ્રતિદિન રોકેટ ગતિથી વધી રહ્યા છે. મોતના આંકડામાં પણ વધારો જોવા મળે છે. કોરોનાની ચિંતાજનક સ્થિતિને લઈને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ એકવાર ફરીથી ચેતવણી ઉચ્ચારી છે અને કહ્યું છે કે કોરોનાની નવી લહેરોને પહોંચી વળા માટે તૈયાર રહો. 

નવા 20 હજારથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20,044 દર્દીઓ નોંધાયા છે. આ દરમિયાન 18,301 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા પણ થયા છે. એક દિવસમાં કોરોનાથી 56 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં 1,40,760 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. દેશમાં કોરોનાથી ડેઈલી પોઝિટિવિટી રેટ 4.80% છે. 

Active cases 1,40,760
Daily positivity rate 4.80% pic.twitter.com/lvMcyWZ0ti

— ANI (@ANI) July 16, 2022

WHO એ આપી ચેતવણી
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને એકવાર ફરીથી કહ્યું છે કે કોરનાના નવા વેરિએન્ટ્સ આવતા રહેશે અને આપણે તેને પહોંચી વળવા માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે કોરોનાના હવે જે પણ નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે તે બધાના રૂપ અલગ છે. તેઓ વધુ ઝડપથી ફેલાતા જોવા મળી રહ્યા છે. જેનાથી સંક્રમિત દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરવાની સંખ્યા પણ વધતી જશે. આવામાં દરેક દેશે એક એક્શન પ્લાન તૈયાર રાખવો પડશે. 

મોતનો આંકડો વધવો સારા સંકેત નથી
વર્લ્ડ બેંકના એડવાઈઝર Philip Schellekens એ કહ્યું હતું કે દુનિયામાં એકવાર ફરીથી સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. કોરોનાના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. મોતનો આંકડો પણ જે પહેલા ઓછો રહેતો હતો તે વધી ગયો છે. હાલ અમીર દેશોમાં અમેરિકા, ફ્રાન્સ, ઈટલી, જર્મની અને જાપાનમાં કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે અપર મિડલ ક્લાસવાળા દેશોમાં બ્રાઝિલ સૌથી આગળ ચાલી રહ્યું છે. 

બેદરકારી ભારે પડી શકે છે
કોરોનાના વધતા કેસ અંગે WHO ડાયરેક્ટર Tedros Adhanom Ghebreyesus એ પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે કોરોનાના મોતનો આંકડો વધવો એ સારા સંકેત નથી. ઓમિક્રોનના સબવેરિએન્ટ BA.4 અને BA.5 ના કારણે સમગ્ર દુનિયામાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે. અનેક દેશ કોરોનાને લઈને બેદરકાર બની ગયા છે. ટેસ્ટિંગ ઓછું કરી દેવાયું છે. જેના કારણે કોઈ પણ વેરિએન્ટને લઈને ચુસ્ત જાણકારી સામે આવી રહી નથી. તેના વ્યવહાર અંગે પણ કઈ સ્પષ્ટ થતું નથી. 

કોરોના ગયો નથી, સાવધ રહો
WHO ના પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે કોરોના હજુ ગયો નથી અને આવનારા સમયમાં હજુ પણ લહેર જોવા મળી શકે છે. તેનો સંકત આપણને એ વાતથી પણ મળી રહ્યો છે કે ગત અઠવાડિયે 5.7 મિલિયન કોરોના કેસ સામે આવ્યા. જે પહેલાની સરખામણીએ 6 ટકા વધુ જોવા મળ્યા. મોતના આંકડાની વાત કરીએ તો ગત અઠવાડિયે આ વાયરસના કારણે 9800 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news