Legends League Cricket: નિવૃત્તિ લીધા બાદ મેદાન પર વાપસી કરશે આ ઘાતક વિકેટકિપર બેટ્સમેન, ચાહકો ખુશખુશાલ

લેજન્ડ્સ લીગ ક્રિકેટના સહ સંસ્થાપક અને સીઈઓ રમન રહેજાએ કહ્યું કે તમામ ખેલાડીઓ દિગ્ગજ છે અને આ સૂચિમાં અન્ય પણ છે. તેમને એક સાથે લાવવા અને તેમનું પ્રશંસકો માટે રમવું એ અમારા માટે ખુશીની વાત છે.

Legends League Cricket: નિવૃત્તિ લીધા બાદ મેદાન પર વાપસી કરશે આ ઘાતક વિકેટકિપર બેટ્સમેન, ચાહકો ખુશખુશાલ

Parthiv Patel in LLC: ભારતના સ્ટાર વિકેટકિપર પાર્થિવ પટેલે નિવૃત્તિ લીધા બાદ ક્રિકેટના મેદાન પર વાપસીનું મન બનાવ્યું છે. તેઓ દિગ્ગજ લેજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ભાગ લેતા જોવા મળશે. પાર્થિવ પટેલ ઉપરાંત સ્પિનર પ્રજ્ઞાન ઓઝા, ઓલરાઉન્ડર રિતિન્દર સોઢી, અને બંગાળના પૂર્વ ફાસ્ટ બોલર અશોક ડિંડાએ પણ તેમાં રમવા અંગે પુષ્ટિ કરી છે. લીગની આગામી પ્લેયર ડ્રાફ્ટ પ્રક્રિયાનો ભાગ બનાવા માટે તૈયાર છે. 

અત્રે જણાવવાનું કે પાર્થિવ પટેલે બે વર્ષ પહેલા 2020માં ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર  કરી હતી. પાર્થિવનું વિકેટકિપિંગ કમાલનું છે. તેમણે ભારતીય ટીમ માટે પોતાનું ટેસ્ટ ડેબ્યૂ 2002માં ઈંગ્લન્ડ વિરુદ્ધ કર્યું હતું. તે સમયે તેઓ ફક્ત 17 વર્ષના જ હતા અને તેઓ ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કરનારા સૌથી યુવા વિકેટકિપર બેટ્સમેન બન્યા. 

પાર્થિવ પટેલે ભારત માટે 25 ટેસ્ટ અને 38 વનડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટમાં પાર્થિવના નામે 934, જ્યારે વનડેમાં 736 રન નોંધાયા છે. પાર્થિવે 2 ટી20 ઈન્ટરનેશનલ મેચમાં પણ ભાગ લીધો. ટેસ્ટમાં તેમણે 62 કેચ પકડ્યા અને 10 સ્ટમ્પ આઉટ કર્યા. આઈપીએલમાં પાર્થિક અનેક ટીમો માટે રમ્યા. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ સામેલ છે. હવે લેજેન્ડ્સ ક્રિકેટ લીગમાં તેમણે વાપસી કરી છે. 

આ ખેલાડીઓ પણ લેશે ભાગ
શ્રીલંકાના પૂર્વ કેપ્ટન થિસારા પરેરા પણ લેજેન્ડ્સ લીગમાં સામેલ થયા છે. સફેદ બોલની ક્રિકેટમાં તેઓ શ્રીલંકાની ટીમના કેપ્ટન છે. લેજેન્ડ્સ લીગ ક્રિકેટમાં સામેલ થવા મુદ્દે મિશેલ જ્હોન્સને કહ્યું કે એલએલસી સીઝન 2ની સાથે મેદાન પર પાછા ફરવું ખુબ સારું હશે. આ એક નવું ફોર્મેટ છે, જેમાં ટોચના દિગ્ગજ એક સાથે આવે છે, તે રોમાંચક હશે. થિસારા પરેરાએ કહ્યું કે ક્રિકેટના અનેક દિગ્ગજોનું એક સાથે મેદાન પર પાછું ફરવું, પ્રશંસકો માટે સારું મજેદાર અને આકર્ષક ક્રિકેટ હશે. 

લેજન્ડ્સ લીગ ક્રિકેટના સહ સંસ્થાપક અને સીઈઓ રમન રહેજાએ કહ્યું કે જ્હોન્સન, પાર્થિવ પટેલ અને પરેરા તમામ દિગ્ગજ છે અને આ સૂચિમાં અન્ય પણ છે. તેમને એક સાથે લાવવા અને તેમનું પ્રશંસકો માટે રમવું એ અમારા માટે ખુશીની વાત છે. પ્રજ્ઞાન ઓઝા, ડિંડા અને સોઢી દ્વારા લીગમાં પોતાની ભાગીદારીની પુષ્ટિ કરવા પર તેમણે કહ્યું કે અમે લીગમાં આ દિગ્ગજોને મેળવીને ખુશ છીએ. તેઓ આકરી મહેનત કરી રહ્યા છે અને પ્રશંસકો તેમને મેદાન પર પાછા જોવાનું પસંદ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news