મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો માટે સુરતમાં રૂમ બુક કરાવનાર અધિકારીઓ કોણ? બિલ હજુ પણ બાકી

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય લડાઈનું પ્રથમ કેન્દ્ર સુરત બન્યું હતું. મહારાષ્ટ્રથી એકનાથ શિંદે સહિતના બળવો કરનાર ધારાસભ્યો પહેલા સુરત પહોંચ્યા હતા. અહીં એક હોટલમાં રોકાયા અને ત્યારબાદ ગુવાહાટી રવાના થયા હતા. 

મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો માટે સુરતમાં રૂમ બુક કરાવનાર અધિકારીઓ કોણ? બિલ હજુ પણ બાકી

સુરતઃ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ચાલી રહ્યું છે. શિવસેનાના વરિષ્ઠ નેતા એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સરકાર સામે બળવો કર્યો છે. આ બળવાનું પ્રથમ કેન્દ્ર સુરત બન્યું હતું. મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ મોડી રાત્રે શિંદે કેટલાક ધારાસભ્યો સાથે સુરત પહોંચી ગયા હતા. અહીં એક હોટલમાં તમામ ધારાસભ્યોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ હવે વિગતો સામે આવી છે કે આ હોટલ છોડ્યા બાદ પણ તેના બિલની ચુકવણી કરવામાં આવી નથી. 

મહારાષ્ટ્રથી સુરત પહોંચ્યા હતા બળવાખોર ધારાસભ્યો
મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલ ચાલી રહી છે. ઠાકરે સરકારમાં મંત્રી રહેલા એકનાથ શિંદેએ પોતાની જ પાર્ટી સામે બળવો કરી દીધો છે. મહારાષ્ટ્રમાં 20 જૂને વિધાન પરિષદની ચૂંટણી બાદ એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યો સાથે સુરત પહોંચ્યા હતા. અહીં તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 20 જૂને મોડી રાત્રે સુરત પહોંચેલા બળવાખોર ધારાસભ્યો અહીં કેટલીક કલાકો રોકાયા બાદ ગુવાહાટી રવાના થયા હતા. પરંતુ હજુ સુધી આ હોટલનું બિલ ચુકવાયું નથી. 

— Sudhir Suryawanshi (@ss_suryawanshi) June 27, 2022

પ્રાપ્ત વિગત અનુસાર આ હોટલના રૂમ કોઈ સરકારી અધિકારીઓ બુક કરાવી હોવાનું સામે આવ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર આ હોટલનું બિલ હજુ ચુકવવામાં આવ્યું નથી. આ હોટલના રૂમ એ, બી કે એબી વ્યક્તિના નામે બુક કરાવવામાં આવ્યા હતા. રૂમ બુક કરાવતી વખતે કોઈ દસ્તાવેજ આપવામાં આવ્યા નહીં. ત્યારબાદ આ બળવાખોર ધારાસભ્યો સુરતથી સીધા ગુવાહાટી રવાના થયા હતા. પરંતુ આ સુરતમાં રોકાયા તેનું બિલ હજુ બાકી છે. 

ધારાસભ્યોએ હોટલમાં કરી દારૂ પાર્ટી!
જે વિગત સામે આવી છે તે પ્રમાણે સુરતની હોટલનું જે બિલ બળવાખોર ધારાસભ્યો દ્વારા બાકી છે, તેમાં મોટા ભાગનું બિલ દારૂનું છે. એટલે કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ ધારાસભ્યોએ હોટલમાં દારૂપાર્ટી કરી હશે તે જોવા મળી રહ્યું છે. હવે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે કે મહારાષ્ટ્રના આ બળવાખોર ધારાસભ્યોની સુરતમાં રહેવાની વ્યવસ્થા કોણે કરી હતી. 

કોઈ પ્રક્રિયાનું પાલન નહીં
આપણે જ્યારે કોઈ હોટલમાં જઈએ ત્યારે ત્યાં રહેવા માટે આધાર-પૂરાવા પણ આપવા પડતા હોય છે. પરંતુ આ બળવાખોર ધારાસભ્યો હોટલમાં રોકાયા તો કોઈ પેપર વર્ક કરવામાં આવ્યું નથી. હોટલના રૂમ કોણે બુક કરાવ્યા હતા તેની પણ કોઈ વિગત સામે આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news