ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે

Mango Farming : વલસાડના આ પ્રગતિશીલ ખેડૂતના વાડીની કેરીઓ એક મહિનાની અંદર જ માર્કેટમાં દેખાતી થઈ જશે, આ ખેડૂત એવું તો શું કરે છે કેરી વહેલી પાકી જાય છે

ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે

Valsad News : ગ્લોબલ વોર્મિંગ અને બદલતા ક્લાયમેટ ચેન્જની સીધી અસર ખેતી પર થઈ રહી છે. છેલ્લા એ દાયકાથી કમોસમી વરસાદ અને હવામાનના બદલાવના કારણે ફળોનો રાજા એટલે વલસાડી આફૂસના પાકને પણ અસર થઇ રહી છે. ફળોના રાજા કેરીની સીઝન શરૂ થવાને હજુ મહિનાઓની વાર છે. જોકે વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં એક વાડીમાં અત્યારથી જ આંબાઓ પર કેરીઓ બેસી ગઈ છે. અને આ વાડીની કેરી સીઝનથી વહેલી બજાર સુધી પહોંચશે તેમ લાગી રહ્યું છે. ત્યારે આવો આપને બતાવી એ કયા કારણસર વાડીમાં વહેલી કેવી આવી ગઈ છે?? જોઈએ આ અહેવાલ.

રાજ્યના છેવાડે આવેલો વલસાડ જિલ્લો વાડીઓનો પ્રદેશ માનવામાં આવે છે. વલસાડ જિલ્લામાં 30 હજાર હેક્ટર થી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. મહત્વનું છે કે વલસાડ જિલ્લાનો મુખ્ય પાક કેરી છે અને વલસાડની આફૂસ કેરી સ્વાદ માટે જગવિખ્યાત છે. દુનિયાભરના સ્વાદ રસિકોને વલસાડની કેરી ઘેલું લગાવે છે. અત્યારે જિલ્લામાં લગભગ તમામ વાડીઓમાં આંબાઓ પર મોર ઝૂલી રહ્યા છે. આમ તો સામાન્ય રીતે જિલ્લામાં કેરીની સીઝન એપ્રિલ મહિનાના અંત અને મે મહિનાના શરૂઆતમાં થતી હોય છે. જોકે વલસાડ તાલુકાના સરોધી ગામની એક વાડી માં અત્યારથી જ આંબા ઉપર કેરી બેસી ગઈ છે. સરોધીના પ્રગતિશીલ ખેડૂત એવા રાજુભાઈ પટેલની વાડીમાં અત્યારથી જ આંબા ઉપર કેરીઓ બેસી ગઈ છે. જોકે જિલ્લાના અન્ય વિસ્તારમાં ખેડૂતોએ પોતાની વાડીમાં કેરી આવવાની હજુ રાહ જોવી પડશે. પરંતુ આ પ્રગતિશીલ ખેડૂતના વાડીમાંથી એક મહિના માજ કેરી બજારમાં પણ આવી જશે. તેવું ખેડૂત જણાવી રહ્યા છે

વલસાડ જિલ્લામાં આ વખતે આંબાવાડીઓમાં ભરપૂર મોર ખીલ્યા છે અને ગયા વર્ષની સરખામણીમાં આ વખતે કેરીની સીઝન તમામ ખેડૂતો માટે સારી રહેશે તેવું લાગી રહ્યું છે. પરંતુ સરોધીના રાજુભાઈની વાડીમાં અત્યારથી જ કેરી બેસી ગઈ છે. તેનું પણ કારણ છે રાજુભાઈ પ્રગતિશીલ ખેડૂત છે, જેઓ દિવસ દરમિયાન વાડીમાં જ વિતાવે છે અને કેરીના પાક પર થતી સીધી અસરની તેઓ નોંધ રાખે છે. અને જરૂર જણાય ત્યારે દવા અને ખાતરના કાળજી રાખે છે. પરિણામે ખેડૂતની કાળજી અને મહેનતને પરિણામે અન્ય વાડીઓની સરખામણીમાં રાજુભાઈની વાડીમાં કેરી વહેલી આવી જાય છે. વહેલી કેરી આવી જવાથી બજારમાં પહોંચતા કેરીના ઊંચા ભાવ મળે છે. અને તેમને આર્થિક ફાયદો પણ થાય છે. દર વર્ષે છેલ્લા પાંચ વર્ષથી તેમની વાડીમાં વહેલી કેરી બેસી જતી હોવાથી તેમને આવક પણ વધે છે.

ગયા વર્ષની સરખામણીમાં વલસાડ જિલ્લામાં આ વખતે કેરીનું મબલખ ઉત્પાદન થશે તેવો માહોલ સર્જાયો છે. જિલ્લાની આંબાવાડીઓમાં ભરપુર મોર ખીલેલા છે. આથી તમામ ખેડૂતો ખુશ છે. પરંતુ રાજુભાઈની વાડીમાં વહેલી કેરી આવી જવાથી અન્ય ખેડૂતો પણ આ વાડીની મુલાકાત લે છે. અને તેમની પાસેથી વહેલા કેરીના પાકનું માવજત કેવી રીતે કરવું અને કેવી રીતે તેઓએ આ સફળતા મળી છે..?? તે જાણવા તેમની વાડીની મુલાકાત લે છે અને તેમની પ્રેરણાથી પોતાની વાડીમાં પણ તેઓ આવી રીતે પ્રયોગ કરવા તૈયાર થાય છે??

વલસાડ જિલ્લામાં મુખ્ય પાક કેરી છે. અહીંના ખેડૂતોનું જીવન કેરી પર જ નિર્ભર રહે છે. વર્ષ દરમ્યાન સારા નરસા પ્રસંગો કેરીની આવક પર જ નિર્ભર હોય છે. આથી દર વર્ષે ખેડૂતો કેરીની સીઝનની આતુરતાથી રાહ જુએ છે. જોકે ગયા વર્ષોની સરખામણીમાં આ વર્ષે આંબાવાડીઓમાં ભરપૂર મોર ખીલેલા હોવાથી તમામ ખેડૂતોમાં ખુશી છે અને જિલ્લામાં આ વખતે રેકોર્ડ બ્રેક કેરીના પાકનું ઉત્પાદન થશે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. જોકે અત્યાર સુધી વાતાવરણને અનુકૂળ રહ્યું હોવાથી જિલ્લામાં કેરીની સીઝન પણ સારી રહેશે તેવું મનાઈ રહ્યું છે. પરંતુ કેટલાક પ્રગતિશીલ ખેડૂતોના મહેનતને પરિણામે અલગ અલગ પ્રયોગો કરી કેરીનું વધુ અને વહેલું ઉત્પાદન પણ લઈ રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news