દીપડાના ડરથી પિતાએ બાળકોને પાંજરામાં પૂરી દીધા, સૌરાષ્ટ્રથી આ ઘટના વિચારવા જેવી છે!
Amreli News કેતન બગડા/અમરેલી : સૌરાષ્ટ્રમાં દીપડાના આતંક વચ્ચે અમરેલી જિલ્લામાં સીમ વિસ્તારમાં કામ કરતા ખેતમજૂરના બાળકોનો દીપડાઓ શિકાર કરી રહ્યાં છે. ત્યારે દીપડાના ડરે એક મજૂર પરિવારે પોતાના 6 માસુમ બાળકોને સુરક્ષિત રાખવા માટે લોખંડનું પાંજરૂ બનાવવી બાળકોને સુરક્ષિત રાખવાનું કામ કર્યું છે.
અમરેલી જિલ્લામા સિંહો બાદ હવે સૌવથી વધુ દીપડાઓની રંજાડ જોવા મળી રહ્યો છે. બાળકોને વધુ ટાર્ગેટ કરી શિકાર કરવાની ઘટનાઓ વધી રહી છે. માનવ વસાહત વચ્ચે દીપડાઓની સંખ્યા વધી રહી છે. આવા સમયે ખેડૂતો અને ખેતમજૂરોને રાત દિવસ ખેતીવાડી વિસ્તારમાં પોતાના બાળકોને મૂકી કામ કરવું મુશ્કેલ બન્યું છે.
ત્યારે રાજુલા પંથકમાં આવેલ નાનકડા એવા ઝાપોદર ગામની સીમમાં ભરતભાઇ ખીમાભાઈ બારૈયાના પત્નીનું થોડા સમય પહેલા નિદન થયું હતું. તેમને સંતાનમાં 5 દીકરી અને 1 દીકરો છે. તેમની ખેતરમાં મજૂરીકામ દરમિયાન પોતાના 6 સંતાનની સુરક્ષાની ચિંતા સતાવડી હતી.
પિતા સતત બાળકોને કેવી રીતે સીમ વિસ્તારમાં સાચવવા તેની ચિંતા કરતા. તેથી તેમણે બાળકોને સુરક્ષિત રાખવા માટે એક વિચાર કર્યો અને કારીગર પાસે દીપડાના પાંજરા જેવું જ બાળકોનું મોટુ પાંજરૂ બનાવવામાં આવ્યું છે.
અહીં આ ખેત મજૂર સિમ વિસ્તારમાં ખેત મજૂરી પાણી વળવા માટે મોડી રાત સુધી ખેત મજૂરી કરતા હોય છે. દીપડાઓ સતત અવર જવર કરી કૂતરાના બચ્ચાનો શિકાર કરવા આવતા હોય છે. દીપડા, સિંહ સતત આંટાફેરા મારતા રહે છે. પરંતુ આ વચ્ચે બાળકોને સાચવવા માટે એક પાંજરૂ બનાવવામાં આવ્યું છે. આ પાંજરૂ લોખંડના પાઇપ વચ્ચે જાળીઓ રાખી બાળકોને હવા ઉજાસ મળી રહે તે માટે સુરક્ષિત બનાવવામાં આવ્યું છે. અન્ય ખેત મજૂરોને પણ આ પાંજરૂ પ્રેરણારૂપ બનશે તે નક્કી છે.
બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં દીપડાના આતંક વચ્ચે નવો પ્રયાસ શરૂ કરાયો છે. માનવ અને દીપડા વચ્ચેનું ઘર્ષણ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દીપડા પર રેડિયો કોલર લગાવાયા છે. દીપડાઓ શહેરમાં આવતા જ એલર્ટ મળી જશે. અડધા જ કલાકમાં જંગલ ખાતાને દીપડાનું લોકેશન પોહચી જશે.
Trending Photos