TVS એ પાડ્યો મોટો ખેલ! દુનિયાનું પહેલું સીએનજી સ્કૂટર 'Jupiter CNG' રજૂ કર્યું, માઈલેજ, ફીચર્સ બધુ જ જાણો
ટીવીએસ મોટર્સે જ્યુપિટરના સીએનજી મોડલને ઓટો એક્સ્પોમાં રજૂ કરીને બધાને ચોંકાવી દીધા. સીએનજી સ્કૂટરની માઈલેજ, કિંમત, ફીચર્સ શું હશે તે વિગતો ખાસ જાણો.
Trending Photos
દેશની અગ્રણી ટુ વ્હીલર બનાવતી કંપની ટીવીએસ મોટર્સે દિલ્હીના પ્રગતિ મેદાનમાં ચાલી રહેલા ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો (BMGE 2025)માં દુનિયાનું પહેલું સીએનજી સ્કૂટર રજૂ કરીને બધાને ચોંકાવી દીધા છે. કંપનીએ આ મોટર શોમાં પોતાના નવા 'Jupiter CNG' સ્કૂટરના કોન્સેપ્ટ મોડલને શોકેસ કર્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલું એવું સ્કૂટર છે જે કંપની ફિટેડ સીએનજી કિટ સાથે આવે છે. જાણો આ સીએનજી સ્કૂટર વિશે વધુ વિગતો.
કેવું છે આ Jupiter 125 CNG
શોકેસ કરાયેલું આ જ્યુપિટર 125 સીએનજી મોડલ ગત જનરેશન મોડલ બેસ્ડ છે. આ સ્કૂટરનું લૂક અને ડિઝાઈન પરંપરાગત જ્યુપિટર જેવા જ છે. પરંતુ તેના મેકેનિઝમ અને પાવરટ્રેનમાં ઘણો ફેરફાર કરાયો છે. આ ઉપરાંત સ્કૂટરના પેનલ પર સીએનજીની બેઝિંગ પણ અપાઈ છે. કોન્સેપ્ટ મોડલ હોવાના કારણે કંપનીએ જો કે તેના બોડી પેનલ વગેરે પર કોઈ મોટું કામ કર્યું નથી. એન્જિન મેકેનિઝમની વાત કરીએ તો શોકેસ કરાયેલા કોન્સેપ્ટ મોડલમાં કંપનીએ 124.8-સીસી, સિંગલ-સિલિન્ડર, એર કૂલ્ડ બાય-ફ્યૂલ એન્જિનનો ઉપયોગ કર્યો છે. આ એન્જિન 7.2 હોર્સપાવર અને 9.4 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને કન્ટીન્યૂઅસ વેરિએબલ ટ્રાન્સમિશન (CVT) ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. તેની મહત્તમ ઝડપ 80.5 કિમી પ્રતિ કલાક છે.
CNG સિલિન્ડર ક્યાં
જ્યુપિટર સીએનજી પર જ્યારે નજર ફેરવો તો એમ થાય કે આખરે સિલિન્ડર ક્યાં હશે. કંપનીએ સ્કૂટરની સીટ નીચે સીએનજી સિલિન્ડરની જગ્યા આપી છે. ટીવીએસ જ્યુપિટર 125 બાય ફ્યૂલમાં પેટ્રોલ માટે 2 લીટરની ટેંક મળે છે અને સીએનજી માટે 1.4 કિલોગ્રામનું સિલિન્ડર અપાયું છે. આ કોન્સેપ્ટ આમ તો બજાજ દ્વારા લોન્ચ કરાયેલી દુનિયાની પહેલી સીએનજી મોટરસાઈકલ બજાજ ફ્રીડમ સીએનજી સાથે મેળ ખાય છે.
માઈલેજ
રિપોર્ટ્સ મુજબ આ સીએનજી સ્કૂટરની માઈલેજ વિશે કંપનીનો દાવો છે કે એક કિલોગ્રામ સીએનજીમાં આ સ્કૂટર 84 કિમી સુધીની માઈલેજ ઓફર કરશે. એકવાર ટેંક ફૂલ થયા બાદ આ સ્કૂટર કૂલ પેટ્રોલ અને સીએનજી મોડ થઈને 226 કિલોમીટર સુધી દોડશે. આ સ્કૂટરમાં OBD2B કમ્પ્લાયન્ટ એન્જિન આપવામાં આવ્યું છે. જે 5.3bhp નો પાવરઅને 9.4Nmનો ટોર્ક જનરેટ કરે છે. સીએનજીથી પેટ્રોલ મોડમાં સ્વિચ કરવા માટે એક સિમ્પલ બટન આપવામાં આવ્યું છે. જેને દબાવતા જ તમે ફ્યૂલ મોડને ચેન્જ કરી શકો છો. તેને સ્વિચ બોક્સ પર જગ્યા આપવામાં આવી છે.
TVS Jupiter CNG Price
રિપોર્ટ્સ મુજબ ટીવીએસ જ્યુપિટરના પેટ્રોલ વેરિએન્ટની કિંમત હાલ 88,174 રૂપિયા (એક્સ શોરૂમ)થી લઈને 99,015 રૂપિયા (એક્સ શોરૂમ) છે આવામાં એવી આશા છે કે સીએનજી સ્કૂટરની કિંમત 90 હજાર (એક્સ શોરૂમ)થી 99 હજાર રૂપિયા સુધી (એક્સ શોરૂમ) હોઈ શકે છે. જો કે કિંમતની વાતો હજુ તો અટકળો છે. જોવાનું એ રહેશે કે શું આ સીએનજી સ્કૂટરને એક લાખથી ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવે છે કે નહીં?
TVS Jupiter CNG Features
ફીચર્સની વાત કરીએ તો જ્યુપિટર 125 સીએનજીમાં એલઈડી લાઈટ, મોબાઈલ ચાર્જિંગ પોર્ટ, ઓલ ઈન વન લોક અને સાઈજ સ્ટેન્ડ ઈન્ડિકેટર આપવામાં આવ્યું છે. તેનું એન્જિન ટીવીએસના પેન્ટેટેડ ઈકો-થ્રસ્ટ ફ્યૂલ-ઈન્જેક્શન અને ઈન્ટેલિગો ટેક્નોલોજી સાથે આવે છે. જ્યુપિટર 125 સીએનજીમાં મેટલ બોડી આપવામાં આવ્યું છે. ટીવીએસનું કહેવું છે કે 125સીસી કેટેગરીમાં તેની સીટ સૌથી મોટી છે.
ક્યારે લોન્ચ થશે સ્કૂટર
જો કે હજુ ટીવીએસ મોટરે આ સીએનજી સ્કૂટરના કોન્સેપ્ટને શોકેસ જ કર્યુ છે. આ સિવાય તે હજુ કોન્સેપ્ટ લેવલ પર છે આથી પ્રોડક્શન રેડી મોડલ સુધી પહોંચવામાં તેને થોડો સમય લાગશે. આ ઉપરાંત કંપનીએ હજુ જ્યુપિટર સીએનજીના લોન્ચ ટાઈમ લાઈન વિશે કોઈ જાણકારી શેર કરી નથી. પરંતુ એટલું નક્કી છે કે બજારમાં આવ્યા બાદ આ સ્કૂટર ધમાલ મચાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે