Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર જોવા મળ્યો, ગિલને મોટી જવાબદારી સોંપાઈ

Champions Trophy India Squad 2025: ફેબ્રુઆરીમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે આખરે 15 સભ્યોવાળી ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. શુભમન ગિલને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જાણો ટીમમાં કોણ કોણ સામેલ છે અને કોની બાદબાકી થઈ છે. 

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર જોવા મળ્યો, ગિલને મોટી જવાબદારી સોંપાઈ

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. 18 જાન્યુઆરીએ મુંબઈમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં ચીફ સિલેક્ટર અજીત અગરકરે ટીમની જાહેરાત કરી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. ચેમ્પિયન્સ ટ્રોફી આ વખતે હાઈબ્રિડ મોડલ હેઠળ પાકિસ્તાન અને દુબઈમાં રમાવવાની છે. ટુર્નામેન્ટની પહેીલ મેચ 19 ફેબ્રુઆરીએ મેજબાન પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરાચીમાં રમાશે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. 

ટીમની જાહેરાત
ચેમ્પિયન્સ ટ્રોફી માટે શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે મોહમ્મદ સિરાજ સ્કવોડનો ભાગ નથી. ઈજાગ્રસ્ત બુમરાહને પણ ટીમમાં જગ્યા મળી છે. જ્યારે યશસ્વી જયસ્વાલ પહેલીવાર વનડે ટીમનો ભાગ  બન્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ 14 મહિના બાદ વનડે ટીમમાં પાછો ફર્યો છે. 

— ANI (@ANI) January 18, 2025

ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 સભ્યોવાળી ભારતીય સ્ક્વોડ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), વિરાટ  કોહલી, શ્રેયસ ઐય્યર, કે એલ રાહુલ (વિકેટકિપર), ઋષભ પંત (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વોશિંગ્ટન સુંદર 

ચેમ્પિયન્સ ટ્રફી 2025માં 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ-એમાં છે. તેમની સાથે બાકી બે ટીમો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે. જ્યારે ગ્રુપ બીમાં સાઉથ આફ્રીકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ છે. તમામ 8 ટીમો પોત પોતાના ગ્રુપમાં 3-3 મેચ રમશે. ત્યારબાદ દરેક ગ્રુપની ટોપ-2 ટીમો સેમી ફાઈનલ માટે ક્વોલિફાય કરશે. પહેલી સેમી ફાઈનલ દુબઈ, બીજી લાહોરમાં રમાશે. ત્યારબાદ ફાઈનલ મેચ રમાશે. આવામાં જો કોઈ ટીમ ફાઈનલ સુધી પહોંચશે તો તે ટુર્નામેન્ટમાં કુલ 5 મેચ રમશે. 

ચેમ્પિયન્સ ટ્રોફીની આ તમામ 15 મેચો 4 વેન્યુ પર રમાશે. જેમાંથી 3 પાકિસ્તાનમાં હશે. જ્યારે એક વેન્યુ દુબઈમાં હશે. ભારતીય ટીમ પોતાની તમામ મેચો દુબઈમાં રમશે. જો ભારતીય ટીમ ક્વોલિફાય કરે તો ફાઈનલ પણ દુબઈમાં રમાશે. નહીં તો ખિતાબી મુકાબલો 9 માર્ચે લાહોરમાં રમાશે. સેમીફાઈનલ મેચો અને ફાઈનલ માટે એક રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. પહેલી સેમી ફાઈનલ દુબઈમાં રમાશે. જ્યારે બીજી સેમીફાઈનલ લાહોરમાં રમાશે. એક સેમીફાઈનલ સહિત 10 મેચ પાકિસ્તાનના 3 વેન્યૂ પર રમાશે. આ ત્રણેય વેન્યુ લાહોર, કરાંચી અને રાવલપિંડી છે. 

ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ

ગ્રુપ એ- પાકિસ્તાન, ભારત, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ

ગ્રુપ બી- દક્ષિણ આફ્રીકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ

ચેમ્પિયન્સ ટ્રોફીનું ફૂલ શિડ્યુલ

10 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, કરાંચી
20 ફેબ્રુઆરી- બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત, દુબઈ
21 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરુદ્ધ સાઉથ આફ્રીકા, કરાંચી
22 ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લાહોર
23 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરુદ્ધ ભારત, દુબઈ
24 ફેબ્રુઆરી- બાંગ્લદેશ વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, રાવલપિંડી
25 ફેબ્રુઆરી- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સાઉથ આફ્રીકા, રાવલપિંડી
26 ફેબ્રુઆરી-  અફઘાનિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ, લાહોર
27 ફેબ્રુઆરી- પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, રાવલપિંડી
28 ફેબ્રુઆરી- અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લાહોર
1 માર્ચ- સાઉથ આફ્રીકા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, કરાંચી
2 માર્ચ- ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારત, દુબઈ
4 માર્ચ- સેમીફાઈનલ-1 દુબઈ
5 માર્ચ- સેમીફાઈનલ-2 લાહોર
9 માર્ચ- ફાઈનલ, લાહોર (ભારત જો ફાઈનલમાં પહોંચે તો દુબઈમાં રમાશે)
10 માર્ચ- રિઝર્વ ડે 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news