13 હજારથી પણ ઓછી કિંમત લોન્ચ થયું Mi નું સ્માર્ટ ટીવી, ધાંસૂ છે ફિચર્સ

ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi)એ ગુરૂવારે ભારતીય બજારમાં બે સ્માર્ટફોન લોન્ચ કરવા ઉપરાંત સ્માર્ટ ટીવી પણ લોન્ચ કર્યું છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે Mi LED TV 4 A Pro 32 ઇંચને લોન્ચ કર્યું છે. કંપનીએ સ્માર્ટ ટીવીની કિંમત 12,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કંપની દ્વારા આ વર્ષે લોન્ચ કરવામાં આવનાર ત્રીજું એમઆઇ ટીવી છે. આ પહેલાં જાન્યુઆરીમાં કંપનીએ 55 ઇંચનું TV 4X Pro અને 43 ઇંચનું Mi TV 4 Pro લોન્ચ કર્યું હતું. 
13 હજારથી પણ ઓછી કિંમત લોન્ચ થયું Mi નું સ્માર્ટ ટીવી, ધાંસૂ છે ફિચર્સ

નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી (Xiaomi)એ ગુરૂવારે ભારતીય બજારમાં બે સ્માર્ટફોન લોન્ચ કરવા ઉપરાંત સ્માર્ટ ટીવી પણ લોન્ચ કર્યું છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે Mi LED TV 4 A Pro 32 ઇંચને લોન્ચ કર્યું છે. કંપનીએ સ્માર્ટ ટીવીની કિંમત 12,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કંપની દ્વારા આ વર્ષે લોન્ચ કરવામાં આવનાર ત્રીજું એમઆઇ ટીવી છે. આ પહેલાં જાન્યુઆરીમાં કંપનીએ 55 ઇંચનું TV 4X Pro અને 43 ઇંચનું Mi TV 4 Pro લોન્ચ કર્યું હતું. 

7 માર્ચથી મળશે એમઆઇ ટીવી
55 ઇંચવાળા એમઆઇ ટીવી 4X Pro ની કિંમત 39,999 રૂપિયા છે, તો બીજી તરફ 43 ઇંચવાળા Mi TV 4 Pro 22,999 રૂપિયામાં મળે છે. નવા લોન્ચ કરવામાં આવેલા 32 ઇંચવાળા Mi LED TV 4A Pro નો સેલ માર્ચથી બપોરે 12 વાગે ફ્લિપકાર્ટ, એમઆઇ ડોટ કોમ અને એમઆઇ હોમ પર શરૂ થશે. શાઓમી Mi LED TV 4A Pro માં એચડી રેડી ડિસ્પ્લે છે અને  20W સ્પીકર છે.

સ્માર્ટ ટીવીની કિંમત 12,999 રૂપિયા
એમઆઇ એલઇડી ટીવી 4A પ્રો પૂર્વમાં લોન્ચ કરવામાં આવેલા એમઆઇ ટીવીની માફક છે. તેમાં પૈચવોલ અને એંડ્રોઇડ ટીવી સપોર્ટ છે. નવા એમઆઇ ટીવીમાં 7 લાખથી વધુ કંટેંટ છે. આ ઉપરાંત ક્રોમબુક, ઇનબુલ્ટ, યૂ-ટ્યૂબ સપોર્ટ અને ગૂગલ આસિસ્ટેંટ પણ આપવામાં આવ્યું છે. કંપનીના 32 ઇંચ સ્ક્રીનવાળા આ સ્માર્ટ ટીવીની કિંમત 12,999 રૂપિયા છે. આ ટીવીનો સેલ ફ્લિપકાર્ટ પર 7 માર્ચથી શરૂ થશે. ટીવીમાં ડિસ્પ્લે અને આ લેટેસ્ટ એમ્બોઝિક 64-બિટ પ્રોસેસરથી સજ્જ છે. 

તમને જણાવી દઇએ કે Xiaomi Mi TV પોતાની ઓછી કિંમત અને સારા ફિચર્સના લીધે ભારતીય ગ્રાહકો વચ્ચે લોકપ્રિય છે. ગત વર્ષે દિવાળીમાં કંપનીએ Mi TV ના વેચાણનો નવો રેકોર્ડ બનાવ્યો હતો અને આ સાથે જ ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (આઇડીસી)એ 2018ની ત્રીજી ત્રિમાસિકમાં પણ તેને ભારતનું નંબર વન સ્માર્ટ ટીવી બ્રાંડ ગણાવવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news