પ્રયાગરાજઃ ગીનીઝ રેકોર્ડ માટે એકસાથે ઉપાડવામાં આવી 510 બસ

ઉત્તરપ્રદેશ પરિવહન નિગમ દ્વારા ગુરુવારે પ્રયાગરાજથી એકસાથે 510 બસના કાફલાને રવાના કરાયો હતો, ઉત્તર પ્રદેશના પરિવહન મંત્રી સ્વતંત્ર દેવ સિંહે લીલી ઝંડી બતાવીને ગીનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવા માટે આ બસોને રવાના કરી હતી 

પ્રયાગરાજઃ ગીનીઝ રેકોર્ડ માટે એકસાથે ઉપાડવામાં આવી 510 બસ

પ્રયાગરાજઃ ઉત્તરપ્રદેશ રાજ્ય સડક પરિવહન નિગમ (UPSRTC) દ્વારા પ્રયાગરાજમાં એકસાથે 510 બસનો કાફલો રવાના કરીને ગીનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવાનો પ્રયાસ કરાયો છે. ઉત્તરપ્રદેશ પરિવહન મંત્રી સ્વતંત્રદેવ સિંહ અને પરિવહન વિભાગના મુખ્ય સચિવ આરાધના શુક્લાએ ગુરૂવારે આ બસના કાફલાને લીલી ઝંડી બતાવીને રનાવા કર્યો હતો. દરેક બસ વચ્ચે 10-10 મીટરનું અંતર રાખવામાં આવ્યું હતું. 

સમગ્ર વિસ્વમાં આ પ્રથમ ઘટના છે જ્યારે એકસાથે 510 બસ એક જ રૂટ પર દોડી રહી હોય. વિશ્વની આ સૌથી લાંબી બસ શ્રૃંખલા એક સાથે ચાલીને સૌથી લાંબુ અંતર કાપશે. 510 બસ મળીને કુલ 9 કિમી લાંબી લાઈન બની છે. આ બધી જ બસો એકસાથે 12 કિમીનું અંતર કાપશે. 

— Kumbh (@PrayagrajKumbh) February 28, 2019

નેશનલ હાઈવે-19 પર સહસોંથી નવાબગંજ સુધી 8.7 કિમીની સડક પર આ બધી જ બસો એક લાઈનમાં ઊભી છે. પરિવહન નિગમની આ બસોને કુંભ મેળા માટે વિશેષ રીતે ચલાવામાં આવી રહી છે. બસના ડ્રાઈવરોને પણ આ રેકોર્ડ બનાવવા માટે વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી છે. 

— Information Department, Prayagraj (@Info_Prayagraj) February 28, 2019

કુંભના ઓફિશિયલ ટ્વીટર પેજ પર પણ એક વીડિયો શેર કરાયો છે, જેમાં એકસાથે 510 બસનો કાફલો સડક પર નીકળી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news