વિંગ કમાન્ડર અભિનંદને મુક્ત કરવાનાં પાક.નાં નિર્ણયને તેના પિતાએ આવકાર્યો

વાયુસેનાના પાયલોટ કમાન્ડર અભિનંદન વર્ધમાનનાં પિતાએ કહ્યું કે, તેનો પુત્ર સ્વસ્થય છે અને જે પ્રકારે તે કથિત વીડિયોમાં બહાદુરીથી વાત કરી રહ્યો છે તેમને ગર્વ છે

વિંગ કમાન્ડર અભિનંદને મુક્ત કરવાનાં પાક.નાં નિર્ણયને તેના પિતાએ આવકાર્યો

નવી દિલ્હી : વાયુસેના પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના પિતાએ કહ્યું કે, તેમને પોતાનાં પુત્ર બહાદુર પર ગર્વ છે અને તેમને આશા છે કે તેઓ સુરક્ષીત પરત ફરશે. આ સાથે જ તેમણે દેશવાસીઓ તરફથી મળેલ સમર્થન અને આશિર્વાદ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો. વિંગ કમાન્ડર હાલ પાકિસ્તાનની કસ્ટડીમાં છે.

એર માર્શલ (સેવાનિવૃત) એસ. વર્ધમાનેકહ્યું કે, તેનો પુત્ર કેદમાં હોવા છતા (સોશિયલ મીડિયામાં આવેલા કથિત વીડિયોમાં) એક સાચા સિપાહી તરીકે વાત કરી અને તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે પાડોશી દેશમાં તેમને યાતનાઓ ન આપવામાં આવે અને તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે, પાડોશી દેશ તેમને પરત મોકલી આપે. તેમણે કહ્યું કે, તેમની ચિંતાઓ અને આશિર્વાદ અને પ્રાર્થાઓ માટે આભાર મિત્રો. હું ઉપરવાળાની કૃપાથી તેમનો આભાર કરુ છું કે અજી જીવિત છે, ઘાયલ નથી, માનસિક રીતે પણ મજબુત છે, તમે કથિત વીડિયોમાં જોઇ શકો છો કે તે બહાદુરી પુર્વક વાત કરી રહ્યો છે. તે ઓ સાચો સિપાહી છે. સમગ્ર દેશને તેના પર ગર્વ છે.

સેવાનિવૃત અધિકારીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે તમારા બધાનાં આશિર્વાદ અને દુવાઓ તેની સાથે છે. તેની સુરક્ષીત વાપસી માટે પ્રાર્થનાઓ. હું પ્રાર્થના કરુ છું કે તેને યાતનાઓ ન આપવામાં આવે અને તે સ્વસ્થ રીતે પરત ફરે. તેમણે મુસિબતનાં આ સમયમાં પરિવાનરો સાથ આપવા માટે દેશવાસીઓ અને સરકાર બંન્નેનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, દેશનાં નાગરિકો જે પ્રકારે સમર્થન કરી રહ્યા છે તેના કારણે તેમને નવી ઉર્જા અને શક્તિ પ્રાપ્ત થઇ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news