ગુડ ન્યૂઝ News

Good Newwzએ કરી તિજોરી છલકાઈ જાય એટલી કમાણી
 ક્રિસમસ પછી કરીના કપૂર ખાન અને અક્ષયકુમારની ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz) દર્શકો માટે ખુશખબર જેવી છે. ફિલ્મમાં ડિરેક્ટર રાજ મહેતાએ ઇમોશનલ ટચ પણ આપ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર (Akshay Kumar), કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan), દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અને કિયાર અડવાણી (Kiara Advani) મુખ્ય ભુમિકામાં છે. રાજ મહેતાની આ ફિલ્મનું ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવી ગયું છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાએ આપેલી માહિતી પ્રમાણે ફિલ્મે પહેલા દિવસે 18 કરોડ રૂપિયા તેમજ બીજા દિવસે 22 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ, આ ફિલ્મે ત્રણ દિવસમાં લગભગ 65 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 
Dec 30,2019, 13:52 PM IST
સુરતની રોમા વર્લ્ડ રો પાવર લિસ્ટિંગમાં બની ચેમ્પિયનશીપ
Good News: માત્ર ત્રણ વર્ષમાં ખૂબ મહેનત કરનાર રોમાએ દેશ માટે એ કરીને બતાવ્યુ છે જે અત્યાર સુધી કોઈ પણ મહિલા ખેલાડીએ કર્યું નથી. આ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર રોમા દેશની એક માત્ર ખેલાડી હતી. આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ખાસ મહેનતની જરૂર હોય છે રોમા ના કોચ યઝદ ભેંસાણીયાએ રોમાને તનતોડ મહેનત કરાવી હતી. કોચ યઝદ ના જણાવ્યા મુજબ આ ચેમ્પિયનશિપ વિશ્વની સૌથી મોટી ચેમ્પિયનશિપ છે અને તેમાં ભાગ લેવા માટે મહિલાઓને ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. અનેક પાસાઓમાં મહિલાઓ પુરુષો કરતાં જુદી છે.મોસ્કો માં માઇનસ 10 ડીગ્રી તાપમાન અને તે સમયે તેનુ વજન 1 કિલો વધી ગયું ત્યારે માત્ર ગણતરી ના કલાકોમાં વજન ઓછું કરવમાં આવ્યુ હતુ સાથે કાર્ડિયાક થેરાપી આપવામાં આવી હતી.
Jan 8,2020, 16:23 PM IST

Trending news