Good Newwzએ કરી તિજોરી છલકાઈ જાય એટલી કમાણી, ત્રણ દિવસમાં અડધા અબજને ટપી ગયો આંકડો

 ક્રિસમસ પછી કરીના કપૂર ખાન અને અક્ષયકુમારની ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz) દર્શકો માટે ખુશખબર જેવી છે. ફિલ્મમાં ડિરેક્ટર રાજ મહેતાએ ઇમોશનલ ટચ પણ આપ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર (Akshay Kumar), કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan), દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અને કિયાર અડવાણી (Kiara Advani) મુખ્ય ભુમિકામાં છે. રાજ મહેતાની આ ફિલ્મનું ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવી ગયું છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાએ આપેલી માહિતી પ્રમાણે ફિલ્મે પહેલા દિવસે 18 કરોડ રૂપિયા તેમજ બીજા દિવસે 22 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ, આ ફિલ્મે ત્રણ દિવસમાં લગભગ 65 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 
Good Newwzએ કરી તિજોરી છલકાઈ જાય એટલી કમાણી, ત્રણ દિવસમાં અડધા અબજને ટપી ગયો આંકડો

નવી દિલ્હી : ક્રિસમસ પછી કરીના કપૂર ખાન અને અક્ષયકુમારની ફિલ્મ ગુડ ન્યૂઝ (Good Newwz) દર્શકો માટે ખુશખબર જેવી છે. ફિલ્મમાં ડિરેક્ટર રાજ મહેતાએ ઇમોશનલ ટચ પણ આપ્યો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર (Akshay Kumar), કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan), દિલજીત દોસાંજ (Diljit Dosanjh) અને કિયાર અડવાણી (Kiara Advani) મુખ્ય ભુમિકામાં છે. રાજ મહેતાની આ ફિલ્મનું ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવી ગયું છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાએ આપેલી માહિતી પ્રમાણે ફિલ્મે પહેલા દિવસે 18 કરોડ રૂપિયા તેમજ બીજા દિવસે 22 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ, આ ફિલ્મે ત્રણ દિવસમાં લગભગ 65 કરોડ રૂપિયાની કમાણી કરી છે. 

Good Newwz

ગુડ ન્યૂઝની વાર્તા મુંબઈના સોફિસ્ટિકેટેડ કપલ વરૂણ બત્રા અને દિપ્તી બત્રાની છે. તેમના લગ્નને સાત વર્ષ થઈ ગયા છે પણ બહુ પ્રયાસ પછી પણ તેઓ માતા-પિતા નથી બની શકતા. વરૂણ અને દિપ્તી આખરે આઇવીએફથી માતા-પિતા બનવા તૈયાર થાય છે. જોકે હોસ્પિટલમાં સ્પર્મ એક્સચેન્જ થઈ જતા પરિસ્થિતિ વિકટ બની જાય છે અને તેમનું જીવન દિલજીત અને કિયારા સાથે જોડાઈ જાય છે. આ ફિલ્મમાં કોમેડીને ઇમોશનલ ટચથી દર્શાવવામાં આવી છે. ફિલ્મનું એડિટિંગ એકદમ ટાઇટ છે અને ફિલ્મની દરેક ક્ષણ તમને બાંધી રાખે છે. ફિલ્મનો વિષય બહુ ગંભીર છે પણ એને બહુ સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે. આ ફિલ્મના ગીતો ક્રિસમસ તેમજ ન્યૂ યરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે અને ભારે લોકપ્રિય બની રહ્યા છે. 

'गुड न्यूज' की आंधी में उड़ा BOX OFFICE, दूसरे दिन हुई छप्पर फाड़ कमाई
આ ફિલ્મ તમને એક મિનિટ માટે પણ બોર નથી કરતી. આ ફિલ્મમાં અક્ષયે બહુ સંતુલિત રીતે કોમેડી કરી છે અને તે ફિલ્મમાં એકદમ નેચરલ એક્ટિંગ કરતો જોવા મળે છે. ફિલ્મમાં કરીના કપૂરે લગ્નના સાત વર્ષ પછી પણ માતા ન બની શકવાના દુખને પડદા પર રજૂ કર્યું છે. દિલજીત અને કિયારાને પડદા પર અક્ષય અને કરીના કરતા ઓછો સમય મળ્યો છે પણ તેમણે ભરપુર મનોરંજન કર્યું છે. ફિલ્મમાં દિલજીતે બરાબર ટક્કર આપી છે. કિયારાએ ફિલ્મમાં દિલજીતની પંજાબી પત્નીનો રોલ કર્યો છે અને તેની બોલવાની સ્ટાઇલ તેમજ બોડી લેન્ગવેજને કિયારાએ આબાદ ન્યાય આપ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news