અમદાવાદના આ વિસ્તારમાં બનશે દેશનો સૌથી મોટો મોલ! સાવ સસ્તામાં મળશે બધુ, વિકાસને લાગશે ચારચાંદ
India largest Mall News: તાજેતરમાં લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ (Lulu International Shopping Malls) પ્રાઇવેટ લિમિટેડને વર્લ્ડ ક્લાસ મોલ બનાવવા માટે રૂ. 519 કરોડમાં એક વિશાળ પ્લોટ વેચ્યો હતો. ગુજરાતના સૌથી મોટા મોલ માટે રસ્તો સાફ, અમદાવાદના આ વિસ્તારના વિકાસને લાગશે ચારચાંદ...
Trending Photos
India largest Mall News: ગુજરાતના અમદાવાદમાં દેશના સૌથી મોટા ઈન્ટરનેશનલ શોપિંગ મોલના ( largest international shopping mall) નિર્માણ માટે રસ્તો સાફ થઈ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Ahmedabad Municipal Corporation) મોલના બાંધકામ માટે લુલુ ગ્રુપ સાથે રૂ. 519 કરોડમાં જમીનનો સોદો કરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજે આ પ્રક્રિયા પૂર્ણ કરશે. આ પછી નવરાત્રીના (Navratri) અંત સુધી ભૂમિપૂજન થઈ શકે છે.
અમદાવાદ માટે સૌથી મોટી ખુશખબર આવી છે. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદ માટે તેનો સૌથી મોટો મોલ બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ તાજેતરમાં લુલુ ઇન્ટરનેશનલ શોપિંગ મોલ્સ (Lulu International Shopping Malls) પ્રાઇવેટ લિમિટેડને વર્લ્ડ ક્લાસ મોલ બનાવવા માટે રૂ. 519 કરોડમાં એક વિશાળ પ્લોટ વેચ્યો હતો. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મોલના બાંધકામ માટે લુલુ ગ્રુપને જમીનનો કબજો આપવાની દિશામાં કામ શરૂ કર્યું છે.
આ મોલના નિર્માણનું ભૂમિપૂજન નવરાત્રિ દરમિયાન જ કરી શકાશે. અમદાવાદના ચાંદખેડામાં (Chandkheda, Ahmedabad) લુલુ ગ્રુપ દ્વારા વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ મોલનું નિર્માણ કરવામાં આવશે. લુલુ ગ્રુપે આ વર્ષે વાઈબ્રન્ટ સમિટમાં (Vibrant Summit)આની જાહેરાત કરી હતી. આ મોલના નિર્માણમાં લગભગ 4 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ દેશનો સૌથી મોટો શોપિંગ મોલ હશે. હાલમાં, દેશનો સૌથી મોટો શોપિંગ મોલ કેરળના કોચીમાં છે.
કોર્પોરેશને પ્લોટનો કબજો મેળવ્યો:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (Ahmedabad Municipal Corporation) તાજેતરમાં લુલુ ઈન્ટરનેશનલ શોપિંગ મોલ્સ પ્રાઈવેટ લિમિટેડને રૂ. 519 કરોડમાં એક મોટો પ્લોટ વેચ્યો હતો. ચાંદખેડામાં આવેલા આ મોટા પ્લોટનો સમગ્ર હિસ્સો કોર્પોરેશનના કબજામાં ન હતો. હવે કોર્પોરેશને સમગ્ર ભાગનો કબજો મેળવી લીધો છે. કોર્પોરેશને ચાંદખેડામાં (Chandkheda) 66,168 ચોરસ મીટરનો પ્લોટ લુલુ ગ્રુપ સાથે રૂ. 78,500 પ્રતિ ચોરસ મીટરના ભાવે વેચ્યો હતો. આ પ્લોટનો લગભગ 10,672 ચોરસ મીટર જમીન ખેતી હેઠળ હતી. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્લોટનો સંપૂર્ણ કબજો મળવાનો બાકી હતો. મહાપાલિકાએ આખરે સમગ્ર પ્લોટનો કબજો મેળવી લીધો છે
આ પ્રક્રિયા આજે પૂર્ણ થઈ જશે:
લુલુ મોલના સૂચિત પ્લોટનો કબજો મેળવ્યા બાદ જમીન સોદાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આજે કોર્પોરેશનની સ્ટેન્ડિંગમાં ઔપચારિક દરખાસ્ત મૂકવામાં આવશે. હાલમાં આલ્ફા વન (Alpha One) અમદાવાદનો (Ahmedabad)સૌથી મોટો મોલ છે. જ્યારે લુલુ ગ્રૂપે વાઇબ્રન્ટ સમિટમાં તેના રોકાણની જાહેરાત કરી ત્યારે જાણવા મળ્યું કે લુલુના આ સૌથી મોટા મોલમાં 300 થી વધુ દેશી અને વિદેશી બ્રાન્ડ્સ ઉપલબ્ધ હશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium)વાઈબ્રન્ટ અને ક્રિકેટ મેચ ઈવેન્ટ દરમિયાન આ મોલ લોકો માટે મનોરંજનનું નવું કેન્દ્ર બનશે. આ મોલમાં મેગા ફૂડ કોર્ટ બનાવવાની યોજના છે. જેમાં એક સાથે 3000 થી વધુ લોકો બેસીને ગુજરાતી (Gujarati) અને અન્ય વાનગીઓની મજા માણી શકશે. આ મોલ બનતાં ચાંદખેડાના વિકાસને ચાર ચાંદ લાગી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે