માનવતાને લાંછનરૂપ ઘટના! દીકરી પેદા થતા પત્નીનું પતિએ મોઢું દબાવ્યું અને નણંદે ઝેર પીવડાવ્યું

Surat Crime News : ઘોર કળિયુગ આવ્યો છે અને લોકોમાં માનવતા મરી રહી છે તેનું જીવંત ઉદાહરણ સુરતથી સામે આવ્યું છે... સુરતમાં દીકરી પેદા થતા પતિએ પત્નીનું મોઢું દબાવ્યું હતું અને અને નણંદે ઝેર પીવડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો... પરિણીતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી 

માનવતાને લાંછનરૂપ ઘટના! દીકરી પેદા થતા પત્નીનું પતિએ મોઢું દબાવ્યું અને નણંદે ઝેર પીવડાવ્યું

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત શહેરમાં ઘોર કલયુગ અને માનવતાને લાંછન લગાવતો કિસ્સો બન્યો છે. બીજી દીકરી પેદા થતા પત્નીનું પતિએ મોઢું દબાવી અને નણંદે ઝેર પીવડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાને સારવાર અર્થે ખસેડવામાં દાખલ કરાઈ છે. પુણા પોલીસે પતિ નણંદ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.

સુરતના પુણા પોલીસ મથકની હદમાં આવેલા ઉમરવાડામાં રહેતો આકીબ યુસુફ અન્સારીના ત્રણ વર્ષ પેહલા જ લગન થયા હતા. લગ્નકાળમાં તેમને એક દીકરી છે. સવારે દીકરીના રડવાનો આવજ સાંભળી પતિએ પત્નીને મારી હતી. એટલું જ નહિ બાળકને જન્મ આપ્યો હોવાથી પત્નીનું પતિએ મોઢું દબાવી અને નણંદે ઝેર પીવડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. મહિલાની તબીયત લથડતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પુણા પોલીસને જાણ થતાં દોડી આવી હતી. પુણા પોલીસે આકીબ યુસુફ અન્સારી અને નણંદ રોશની ઈકરાર ફૈઝુ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના નવા કમેલા દરવાજા સ્થિત ઉમરવાડાનાં સંજય નગરમાં રહેતી અને મૂળ યુ.પીની (25 વર્ષીય) તસ્લીમા આકીબ યુસુફ બન્સારીએ પુણા પોલીસ સ્ટેશનમાં પતિ આકીબ યુસુફ અન્સારી અને નણંદ રોશનબેન ઇકરાર અબ્દુલ ફૈઝૂમ અન્સારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેણે તેની ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના લગ્ન ત્રણ વર્ષ પહેલા આકીબ સાથે થયા હતાં. લગ્ન બાદ તે પતિ સાથે સુરતમાં રહેતી હતી. જ્યારે તેની નણંદનું સગપણ તેના સગાભાઇ કસબુદ્દીન સાથે થયું હતું. જો કે, બંને વચ્ચે મનમેળ નહીં થતાં સગાઇ તૂટી ગઇ હતી. ત્યારથી જ તસ્લીમાના સંસારમાં પણ આગ લાગી હતી. જે દિવસે નણંદની સગાઇ તૂટી ગઇ હતી તે દિવસે તો પતિએ તેને મારી જ હતી ત્યાર બાદ તેને ખોળે બીજી પણ પુત્રી જ જન્મતા તે બાબતે તેના પર સાસરિયાઓ ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું

પરિણીતા અંતે કંટાળીને તે તેના પિયર ચાલી ગઇ હતી. પરંતુ તેના પિયરિયાઓએ સમજ જતાં બધુ થાળે પડી જશે તેમ સમજાવી તેને ફરી થી સાસરે મોકલી આપી હતી. દરમિયાન બે દિવસ પહેલા તેનો પતિ ઉંઘી રહ્યો હતો ત્યારે તેમની દીકરીએ અચાનક બૂમાબૂમ કરી રડતાં તેનો પતિ ઉઘમાંથી જાગી ગયો હતો. મહિલાને માર મારી હતી. પત્નીનું પતિએ મોઢું દબાવી અને નણંદે ઝેર પીવડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ આ મામલે પોલીસે આરોપી પતિ અને નણંદ ની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news