ખોટા વ્યક્તિના ચક્કરમાં ફસાયા તો ફ્રિજમાંથી 41 ટુકડા મળશે... કથાકાર પ્રદીપ મિશ્રાની દીકરીઓને ચેતવણી
Pradeep Mishra Statement On Love Jihad : સુરતમાં કથાકાર પ્રદીપ મિશ્રાની હિન્દુ યુવતીઓને ગર્ભિત ચેતવણી,,,લવ જેહાદ અંગે કથાકાર પ્રદીપ મિશ્રાએ કહ્યુ- 'ખોટા વ્યક્તિના ચક્કરમાં ફસાયા તો ફ્રિજમાંથી ટુકડા મળશે',, તૈયાર રહેજો...
Trending Photos
Surat News : ‘ખોટી વ્યક્તિનાં ચક્કરમાં ફસાયા તો ફ્રિજમાં ટુકડા મળશે.' સુરતમાં જાણીતા કથાકાર પ્રદીપ મિશ્રાએ યુવતીઓને ચેતવણી આપી છે. તેમણે વ્યાસપીઠ પરથી કહ્યું કે, કાચું મકાન અને સાચી વ્યક્તિને સમજો. કથાકાર પ્રદીપ મિશ્રાએ વ્યાસપીઠ પરથી દેશમાં બનતી લવ-જેહાદની ઘટનાઓ તરફ ગર્ભિત ઈશારો કરતાં યુવતી અને મહિલાઓને ચેતવી છે. ભવિષ્યમાં બનનારી લવ-જેહાદ જેવી સંભવિત ઘટનાથી બચવા માટે શિવભક્તોને સાવચેત કર્યાં છે.
દેશભરમાં હાલ લવ જેહાદના કિસ્સા વધી રહ્યાં છે. વિધર્મીઓ નામ બદલીને હવે હિન્દુ યુવતીઓને ફસાવી રહ્યાં છે. આવામાં સુરતના ખરવાસા રોડ પર ચાલી રહેલા શિવ મહાપુરાણની કથાના વ્યાસપીઠ પરથી મોટું નિવેદન સામે આવ્યું છે. કથાકાર પ્રદીપ મિશ્રાએ કથાના પ્લેટફોર્મ પરથી મહિલા અને યુવતીઓને સાવચેત કરી છે. તેઓએ દીકરીઓને લવ જેહાદથી ચેતીને રહેવાની સલાહ આપી છે.
તેમણએ કહ્યું કે, સનાતનીનું ઘર કાચું હશે અને ઘર કાચું હશે તો તમારી કદર કરશે. ખોટા વ્યક્તિનો બંગલો જોઈને ફસાશો તો ફ્રિજમાં 41 ટુકડા મળશે એના માટે પણ તૈયાર રહેજો. ખોટા વ્યક્તિનો બંગલો જોઈને ફસાશો તો ફ્રિજમાં 41 ટુકડા મળશે એના માટે પણ તૈયાર રહેજો.
વ્યાસપીઠ પરથી પ્રદીપ મિશ્રાએ લવ જેહાદની ઘટનાઓ પર ગર્ભિત ઈશારો કર્યો હતો. તેમણે દીકરીઓને ભવિષ્યમાં બનતી ઘટનાઓ વિશે ચેતવણી આપી હતી. સાથે જ ધર્મ બદલીને યુવતીઓને ફસાવતા યુવકો સામે સાવધાન રહેવાની સલાહ આપી છે. છેલ્લા કેટલાક સમયથી આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાઁ છે. જેને કારણે યુવતીઓને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. ત્યારે આવું ન બને તે માટે તેઓએ શિવભક્તોને ચેતવ્યા છે. ત્યારે સુરતની શિવ મહાપુરાણ કથામાં પ્રદીપ મિશ્રાનું આ નિવેદન ભારે ચર્ચામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે