ફી ન ભરતા શાળાએ વિદ્યાર્થીનીને ટોયલેટ પાસે બે દિવસ ઉભી રાખી, ખોટું લાગી જતા કર્યો આપઘાત!
Class 8 Student Hangs Herself : સુરતમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાધો... ફી નહીં ભરવાને લઇને વિદ્યાર્થિનીને બે દિવસ સ્કૂલના સંચાલકોએ ટોઇલેટ પાસે ઊભી રાખી હતી... પરિજનોએ શાળા પર લગાવ્યો આક્ષેપ
Trending Photos
Surat News સુરત : સુરતમાં આઠમાં ધોરણની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીની આદર્શ પબ્લિક શાળામાં અભ્યાસ કરતી હતી. ફી ન ભરવાના કારણે શાળા દ્વારા તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીને 2 દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હતી. ફી માટે દબાણ કરાતા વિદ્યાર્થિનીએ આત્મહત્યા કર્યાનો આરોપ મૂકાયો છે. વિદ્યાર્થિનીની આત્મહત્યાના પગલે પરિવાર શોકમાં છે. તો બીજી તરફ, ગોડાદરા પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.
સુરતમાં ધોરણ-8ની વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરાયો છે. સુરત ગોડાદરા વિસ્તાર રહેતી અને ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક શાળામાં આ સગીરા અભ્યાસ કરતી હતી. ફી નહી ભરવાને લઇને વિદ્યાર્થીનીને બે દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હતી. એટલું જ નહિ, ધોરણ 8 અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શાળા દ્વારા અનેકવાર ફી ભરવા માટે દબાણ કરાતું હતું. આખરે ખોટું લાગી જતા વિદ્યાર્થીનીએ મોત વ્હાલું કર્યું હતું.
વિદ્યાર્થીનીના આપઘાત પગલે પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તો ગોડાદરા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
વિદ્યાર્થિનીના પરિવારજનોનો આરોપ છે કે, શાળાના સંચાલકોને પરિવારજનોએ ફી ભરવા માટે સમય આપવા અપીલ કરી હતી. તેમ છતાં વિદ્યાર્થિનીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું. જે બાદ વિદ્યાર્થિનીને લાગી આવતા આત્મહત્યા કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે