ભાજપની આંતરિક જુથબંધી ધાર્મિક કથા સુધી પહોંચી, સુરતમાં રાતોરાત હટાવી લેવાયા કથાના બેનર

Surat BJP Politics : સુરત શહેરમાં ભાજપમાં આંતરિક કકળાટ જોવા મળ્યો છે... પાલિકાએ શિવકથા પુરાણના બેનર લગાવવા પહેલા મંજૂરી આપી, અને બાદમાં તેને હટાવી લેવાયા... આખરે કોના ઈશારે આવું થયું 
 

ભાજપની આંતરિક જુથબંધી ધાર્મિક કથા સુધી પહોંચી, સુરતમાં રાતોરાત હટાવી લેવાયા કથાના બેનર

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના ડિંડોલી શિવકથા પુરાણ ના બેનર ને લઈ વિવાદ સર્જાયો છે. સાંઇ લીલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં સુરત ભાજપની આંતરિક જુથબંધી ધાર્મિક કથા સુધી પહોંચ્યો છે. ભાજપનો આંતરિક વિવાદને લઈ ભારે ચર્ચા ચાલી રહી છે. કથાના હોર્ડિંગ્સને 22 જાન્યુઆરી સુધી મફતમાં લગાવવા માટે સુરત મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં ઠરાવ થયો હતો. પરંતુ 16 જાન્યુઆરીએ આ ઠરાવ પાછો ખેંચીને હવે હોર્ગિડ પર ચાર્જ વસુલવાની વાત કરવામાં આવી રહી છે. પબ્લિસિટી પરથી તમામ હોર્ડિંગ્સ અને જાહેર સ્થળે લગાવવામાં આવેલા બેનરો મનપા દ્વારા હટાવી લેવામાં આવ્યા છે. આયોજકો સહિત ભક્તોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.

સુરતમાં ડીંડોલી ખરવાસા રોડ પર સાઈ લીલા ગ્રુપ દ્વારા શિવકથા પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાનો પ્રારંભ,16 જાન્યુઆરીથી કરવામાં આવ્યો છે. ત્યારે 22 જાન્યુઆરી સુધી આ કથા યોજાય રહી છે. કથામાં તમામ ભક્તો ભાગ લઈ શકે આયોજકો દ્વારા આખા શહેરમાં મોટા મોટા હોડિંગ અને બેનરો લગાવવામાં આવ્યા હતા. 

આયોજકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ વાત કરી કથા શરૂ થવાના પહેલાથી લઈ કથા પૂર્ણ થાય 22 જાન્યુઆરી સુધી મંજૂરી મેળવી હતી. તારે મનપાના જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ પણ ભલામણ કરી નિશુલ્ક હોડિંગ બેનરો લગાવવા માંગ કરી હતી. રજૂઆતને લઈને મનપાની સ્ટેનિંગ કમિટીમાં ઠરાવ પાસ કરી દેવામાં આવ્યો હતો. અને આયોજકો દ્વારા આખા શહેરોમાં હોર્ડિંગ્સ અને બેનરો લગાવી દેવામાં આવ્યા હતા.

કથામાં સુરત જ નહીં પરંતુ વિવિધ શહેર જિલ્લા અને રાજ્યમાંથી ભક્તોની ભીડ ઉપડી રહી છે. ક્યારે આવવામાં સુરત મહાનગરપાલિકાએ 22 જાન્યુઆરી સુધીનો ઠરાવ રદ કરી શહેરમા લગાવવામાં આવેલ તમામ મોટા હોડિંગ અને મોટાભાગના બેનરો હટાવી લેવામાં આવ્યા છે. મનપાની આ કાર્યવહીને લઈને આયોજકો સહિત ભક્તો રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે એક જ પક્ષના બંને નેતા સામ સામે થઈ ગયા હોય તેવું દેખાય આવી રહ્યું છે.

આ અંગે ભાજપના SMC ના ટ્રાન્સપોર્ટ ચેરમેનનું મોટું નિવેદન આવ્યું સામે છે. આ ઠરાવમાં મારો ભલામણ પત્ર પણ હતો, છતાં કેન્સલ કર્યો છે. આ બાબતે મારું પણ અપમાન થયું છે. હું આ બાબતે હાઈકમાન્ડને ફરિયાદ કરીશ. આ વાત સાંખી લેવાય નહિ. હાઈકમાન્ડ મારું રજીનામુ માગશે તો હું આપવા તૈયાર છું. આ વાત નહિ ચાલે. જે રાજકારણ રમ્યું હોય તે તેનો જવાબ આપે.

હાલ તો ડીંડોલી ખરવાસા રોડ પર શિવ મહા કથા લાખોની સંખ્યામાં ભક્તોને ભીડ જામી છે. 22 મી જાન્યુઆરીએ આ કથાનું સમાપન થશે. પરંતુ મનપા દ્વારા શિવ કથા ના બેનરો ઉતારી લેવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે અને ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news