કેનાલમાંથી મળેલ લાશને ઉકેલવામાં પોલીસને ચાર મહિના લાગ્યા! આત્મહત્યા લાગતો કેસ કેવી રીતે બન્યો ખૂંખાર
મહેસાણાના પીલુદરા ગામ નજીકના નાની દઉં ગામના 44 વર્ષીય નટવરસિંહ જગુજી વાઘેલાનો મૃતદેહ પીલુદરા ગામ નજીક કેનાલમાંથી તા.૧૦/૦૯/૨૦૨૪ ના રોજ મળ્યો હતો. કેનાલમાંથી મળેલ મૃતદેહની હત્યાની હકીકત ચાર મહિને ખુલી છે.
Trending Photos
તેજસ દવે/મહેસાણા: કેનાલમાં જ્યારે કોઈ મૃતદેહ મળે ત્યારે સામાન્ય રીતે તે આત્મહત્યા જ લાગે અને પ્રથમ દ્રષ્ટિએ આત્મહત્યા લાગે તેવું બતાવવા એક વ્યક્તિની હત્યા કરીને કેનાલમાં ફેંકી દઈ આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ થયો છે. સમગ્ર ઘટના મહેસાણા નજીકના એક ગામની છે, જ્યાં કેનાલમાંથી મળેલ મૃતદેહની હત્યાની હકીકત ચાર મહિને ખુલી છે. શું છે સમગ્ર ઘટના અને કેવી રીતે આત્મહત્યા લાગતો કિસ્સામાં હત્યા ખૂલી.
કોઈપણ કેનાલમાંથી જ્યારે કોઈ મૃતદેહ મળે ત્યારે પ્રથમ દ્રષ્ટિએ તે આત્મહત્યા જ લાગે. અને પોલીસ પણ આવી ઘટનાને અકસ્માતે મોત કે આત્મહત્યા માની લેશે તેનું માની આરોપીએ ચાલ ચલી. પરંતુ પોલીસ અને એફએસએલ ની તપાસમાં આરોપીની આ ચાલ કામના લાગી. આ સમગ્ર ઘટના છે મહેસાણાના પીલુદરા ગામ નજીકના નાની દઉં ગામના 44 વર્ષીય નટવરસિંહ જગુજી વાઘેલાનો મૃતદેહ પીલુદરા ગામ નજીક કેનાલમાંથી તા.૧૦/૦૯/૨૦૨૪ ના રોજ મળ્યો હતો.
જે અંગે પોલીસે પ્રથમ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ત્યારે મૃતકના સગા અને પોલીસને પણ શંકા ગઈ હતી કે આત્મહત્યા નહીં પણ હત્યા લાગી રહી છે ત્યારે તે દિશામાં પોલીસે એડ એસ એલ ની મદદ લઈ તપાસ શરૂ કરી હતી. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન એ નોંધાયેલી ફરિયાદ બાદ તે સમયે આત્મહત્યા લાગતો કેસ માં પણ પ્રાથમિક દૃષ્ટિએ હત્યાની શંકા હતી . મૃતદેહની તપાસમાં આત્મહત્યા કે હત્યા અંગે જાણવા fsl પરીક્ષણ કરાવેલું . પરીક્ષણ માં મૃતદેહ ના થોરેટ્સમાંથી ડાયટમ્સ ની ચકાસણી કરેલી . એટલે કે તપાસમાં હત્યા માલૂમ પડ્યું કે યુવકનું મોત પાણીમાં ડૂબવાથી થયેલું નહોતું. ત્યારે ફરિયાદી જયંતિજી વાઘેલા ની ફરિયાદના આધારે ફરીથી હત્યા નો ગુનો દાખલ કરાયો હતો. જેમાં..
- (૧) રાજુજી S/O ભીખાજી પોપટજી ઠાકોર રહે-મોટીદાઉ, ડેરીયાપુરા તા-જી.મહેસાણા
- (૨) સરદારજી S/O ચેનાજી કરણાજી ઠાકોર રહે-નાનીદાઉ, પરાવિસ્તાર તા-જી-મહેસાણા
- (૩) જસવંતજી S/O બાબુજી વણાજી ઠાકોર રહે- મોટીદાઉ, ખુમાપુરા
આ ત્રણેયએ સ્વીકાર્યું કે પૈસાની લેતી દેતીમાં માથાકૂટ થયેલી અને તીક્ષ્ણ પથ્થર વડે મારી નટવરસિંહ વાઘેલાની હત્યા કરી મૃતદેહને કેનાલમાં નાખી દીધેલો હતો. જે 3 આરોપીની ધરપકડ કરાઇ છે. સમગ્ર કેસમાં પોલીસ ને fsl ની તપાસ પદ્ધતિ કેસ ઉકેલવામાં કામ લાગી હતી. મહેસાણા વિસ્તારમાં ખાસ કરીને કડી નજીક કેનાલ અને સાયફન માંથી આંતરે દિવસે મૃતદેહ મળી આવતા હોય છે. સામાન્ય રીતે પાણીમાં ડૂબેલા વ્યક્તિના મૃતદેહની તપાસમાં થોરેટ્સમાંથી ડાયટમ્સ મળી આવે છે. જે પાણીમાં રહેલા તત્વોની હાજરી દર્શાવે છે.
જ્યારે કોઈ વ્યક્તિની હત્યા બહાર થઈ હોય અને મૃતદેહ બાદમાં પાણીમાં નાખવામાં આવ્યો હોય ત્યારે મૃતદેહ શ્વાસ લેતો નહિ હોવાથી શ્વાસમાં પાણી જતું નથી અને થોરેટ્સમાંથી ડાયટમ્સ મળતું પણ નથી. ત્યારે વ્યક્તિનું મોત કઈ રીતે થયું તે દિશામાં તપાસ તેજ થાય છે. આ કેસમાં પણ આવું જ બન્યું અને માથાના ભાગે ગંભીર ઈજા કેનાલમાં પડવાથી નહિ પણ પત્થર મારવાથી થઈ હોવાનું સાબિત થતા શકમંદની કડક પૂછપરછ દરમ્યાન સમગ્ર હકીકત સામે આવી હતી સાયન્ટીફિક તપાસમાં આરોપીઓએ હત્યાને આત્મહત્યામાં ખપાવવા પ્રયત્ન કરેલો હોવાનું ખુલતા જ પોલ પકડાઈ ગઈ અને આરોપીઓની ચાલ ચાલી નહોતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે