બ્લડ કેન્સરના દર્દીઓ માટે સૌથી મોટા ખુશખબર, નવી દવાને મળી મંજૂરી

Blood Cancer Living Drug: ભારતમાં બ્લડ કેન્સરના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતા આ નવી દવા ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

બ્લડ કેન્સરના દર્દીઓ માટે સૌથી મોટા ખુશખબર, નવી દવાને મળી મંજૂરી

Blood Cancer Living Drug: ભારતમાં બ્લડ કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આ કેન્સરના દર્દીઓ માટે નવી દવાને મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં બેંગલુરુ સ્થિત બાયોટેક સ્ટાર્ટઅપ ઇમ્યુનિલ થેરાપ્યુટિક્સે બી-સેલ નોન-હોજકિન લિમ્ફોમા (B-NHL) દર્દીઓ માટે CAR-T સેલ થેરાપી Qartemi લોન્ચ કરી છે.

આ બ્લડ કેન્સરના ગંભીર દર્દીઓ માટે અને જેઓ રિલેપ્સ સ્ટેજ પર પહોંચી ગયા છે તેમના માટે ફાયદાકારક રહેશે. ઇમ્યુનિલના જણાવ્યા અનુસાર આ દવા ભારતમાં મંજૂર કરાયેલ બીજી CAR-T સેલ થેરાપી છે, આ પહેલા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ સ્થાનિક NexCAR19ને મંજૂરી આપી હતી. જ્યારબાદ ઈમ્યૂનોએક્ટ ગ્વાર ડેવલોપ કરવામાં આવી છે. જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી બોમ્બે (IITB) અને ટાટા મેમોરિયલ હૉસ્પિટલમાં ઇન્ક્યુબેટેડની એક કંપની છે.

શું હોય છે Living drug?
મળતી માહિતી અનુસાર ક્વારટેમી જીવંત દવા છે. નોંધનીય છે કે, જીવંત દવા સંપૂર્ણ રીતે કાર્યરત કોષોથી બનેલી હોય છે. જેને કેન્સરની સારવાર માટે પસંદ કરવામાં આવે છે અને ઘણીવાર તેમાં ફેરફાર કરવામાં આવે છે. નોંધનીય છે કે, તે પરંપરાગત રાસાયણિક દવાથી અલગ હોય છે. કોષોથી બનેલી હોવાના કારણે તેમાં લાંબા સમય સુધી ચાલતી પ્રતિરક્ષા પ્રતિક્રિયા હોય છે.

CAR-T સેલ થેરાપી કેવી રીતે કામ કરે છે?
આ નવી દવા સેલ થેરાપી દ્વારા કામ કરે છે, જે દર્દીમાંથી બહાર કાઢવામાં આવે છે અને  તેમાં ફેરફાર કરીને દર્દીમાં પાછી મૂકવામાં આવે છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને CAR-T સેલ થેરાપી કહેવામાં આવે છે જે એક પ્રકારની ઇમ્યુનોથેરાપી છે. આ થેરાપીમાં કેન્સર કોષો પર હુમલો કરવા માટે દર્દીના ટી કોષોને આનુવંશિક રીતે ઉપયોગ કરવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news