વહુ એ વગોવ્યા મોટા ખોરડા! કળિયુગી વહુએ સાસુમાને ઢસડી ઢસડીને માર મારતો Live Video વાયરલ

સુરતના પુણાનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે આવ્યો છે. જેમાં એક 80 વર્ષીય વૃદ્ધ સાસુ પર અત્યાચાર કરતી વહુ કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં સાસુમાને ઢસડી ઢસડીને વહુ માર મારી રહી છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

વહુ એ વગોવ્યા મોટા ખોરડા! કળિયુગી વહુએ સાસુમાને ઢસડી ઢસડીને માર મારતો Live Video વાયરલ

ઝી બ્યુરો/સુરત: તમે સાસુ-વહુને ઝગડતા જોયા જ હશે પરંતુ કોઈ દિવસ માર મારતા નહિ જોયું હોય. આવો જ એક બનાવ સુરત શહેરના પુણા વિસ્તારમાં બન્યો છે. અહીં એક ઘરમાં સાસુ-વહુની વચ્ચેની લડાઈનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં 80 વર્ષના વૃદ્ધાને પુત્રવધૂ માર મારતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના પુણા માતૃશક્તિ સોસાયટીમાં એક હૃદય ભાંગી નાંખે તેવી એક ઘટના બની છે. જેમાં કળિયુગી વહુ પોતાના 80 વર્ષના વૃદ્ધાને ઢોર માર મારતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વહુ પોતાના સાસુને ઘરના પેસેજમાં ઘસડી ઘસડીને માર મારી રહી છે, આ દ્રશ્યો જોઈ સોશિયલ મીડિયામાં કળિયુગી વહુ પર ચારેબાજુથી ફિટકાર વરસાવી રહ્યા છે. આ ઘટનામાં એક જાગૃત નાગરિકે વીડિયો ઉતારી મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને આ જાણકારી આપી હતી. જેના કારણે આ મામલો સામે આવ્યો છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) January 16, 2025

આ ઘટના સામે આવ્યા બાદ ટ્રસ્ટના હોદ્દેદાર શીતલબેન ભડિયાદરા અને ચેતનાબેન સાવલિયાએ પુણા પોલીસને જાણ કરી હતી. કળિયુગી વહુ સરસ્વતી શેલડીયા સાસુને માર મારતા હોવાનો વીડિયો સામે આવતા ચારેબાજુ ખળભળાટ મચી ગયો છે. ભોગ બનનાર 80 વર્ષના વૃદ્ધાનું નામ શાંતાબેન શેલડીયા છે, જેઓને તેમની પુત્રવધૂ ઢોર માર મારતી હતી. આ ઘટનામાં અરજી થયા બાદ પુણા પોલીસને સાથે રાખી વૃદ્ધાને વૃદ્ધાશ્રમ લઈ જવા તજવીજ હાથ ધરી છે. 

મહત્વનું છે કે, વૃદ્ધાના પૌત્ર હિરેન ભાઈ શેલડીયાએ વૃદ્ધાને લઈ જવા મનાઈ કરી હતી. જોકે, મામલો પુણા પોલીસ મથકે પહોચ્યો છે. ટ્રસ્ટ દ્વારા પોલીસ કાર્યવાહી કરી વૃદ્ધાને મુક્ત કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news