13 વર્ષના ભાઈએ ઠંડે કલેજે 1 વર્ષીય બહેનની હત્યા કરી', સુરતની ચોંકાવનારી ઘટનાથી લોકો સ્તબ્ધ

સુરતના નાનપુરા વિસ્તારમાં રડી રહેલી 1 વર્ષની બહેનની 13 વર્ષના ભાઈએ હત્યા કરી નાંખી છે. ઓશિકા વડે તેનું મોઢું અને બાદમાં ગળું દબાવી દીધું. પરિવારે પુછપરછ કરતાં ભાઈએ ગુસ્સામાં બહેનની હત્યા કર્યાની કબૂલાત કરી. તબીબે બાળકીનું મોત ગૂંગળામણના કારણે થયું હોવાનો રિપોર્ટ આપતા પોલીસ ચોંકી ગઈ હતી.

13 વર્ષના ભાઈએ ઠંડે કલેજે 1 વર્ષીય બહેનની હત્યા કરી', સુરતની ચોંકાવનારી ઘટનાથી લોકો સ્તબ્ધ

ઝી બ્યુરો/સુરત: સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 13 વર્ષના ભાઈએ તેની એક વર્ષની બહેનની હત્યા કરી નાંખી છે. જી હાં... સાંભળીને નવાઈ લાગીને, પરંતુ આ હકીકત છે. સુરતમાં સતત રડી રહેલી બહેનનું 13 વર્ષના ભાઈએ ઓશીકાથી મોઢું દબાવી દીધું હતું. મોઢું દબાવવા છતાં બહેન રડતાં ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે, જેમાં ગૂંગળામણથી મોત થયાનું સામે આવ્યું છે. પરિવારે પૂછપરછ કરતા ભાઈએ જ હત્યા કર્યાનો ખુલાસો થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

શું બની હતી સમગ્ર ઘટના?
આ ચોંકાવનારી ઘટના સુરતના નાનપુરા વિસ્તારની છે. જ્યાં એક 13 વર્ષના ભાઈએ પોતાની 1 વર્ષની બહેનની હત્યા કરી દીધી છે. હત્યાનું કારણ એજ હતુ કે બહેન સતત રડી રહી હતી. 13 વર્ષના ભાઈ પાસે તેની બહેન હતી, અને બહેન સતત રડી રહી હતી. ત્યારે બહેનના રડવાથી કંટાળેલા ભાઈ પહેલા પોતાની જ બહેનનું ઓશીકાથી મોઢું દબાવ્યું, છતાં બહેન રડી રહી હતી. ત્યારે છેલ્લે 13 વર્ષના બાળકે બહેનનું ગળું દબાવી દીધી. તબીબોએ બાળકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યુ ત્યારે સામે આવ્યું કે ગુંગળામણથી મોત છે. પરિવારે 13 વર્ષના ભાઈને પૂછપરછ કરી તો ભાઈએ આ મોટો ખુલાસો કર્યો કે બહેન સતત રડતી હોવાથી તેણે ગળું દબાવીને પોતાની જ 1 વર્ષની બહેનને મોતના ઘાટ ઉતારી દીધી છે. 

પરિવારે પુછપરછ કરતાં ભાઈએ કબૂલાત કરી
સુરતમાં આ ઘટના નાનપુરા વિસ્તારમાં બની છે, જ્યાં એક માસૂમ દીકરીને તેના જ ભાઈ દ્વારા કરપીણ મોત આપવામાં આવ્યું છે. સુરતના નાનપુરા ખાતે બાળકીનું મોત થતાં પીએમ કરવામાં આવતા હત્યાની ઘટના બહાર આવી છે. પરિવારે પુછપરછ કરતાં ભાઈએ ગુસ્સામાં બહેનની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. 

ચોંકવનારો ખુલાસો થતાં પોલીસના પગ તળેથી જમીન સરકી
બીજી બાજુ મોતને ભેટેલી બાળકીનું તબીબે ગૂંગળામણના કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આપતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. ઘટના અંગે પોલીસે ભોગ બનનાર પરિવારની પૂછપરછ કરતા ચોંકવનારો ખુલાસો થતાં પોલીસના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. 

હત્યારો એક વર્ષ પહેલા મુંબઈથી સુરત માસીના ઘરે આવ્યો હતો
મહત્વનું છે કે અઠવલાઇન્સ પોલીસે ગંભીર ગુનાને લઈ સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી કિશોરની અટક કરી હતી. હત્યારો એક વર્ષ પહેલા મુંબઈથી સુરત માસીના ઘરે આવ્યો હતો. તે ઘરે એકલો હોઈ આખો પરિવાર હોસ્પિટલમાં કામ કરવા જતો, ત્યારે દીકરીને સોંપીને જતો હતો. એક વર્ષીય દીકરી રડારડ કરતી હોવાથી માસિયાઈ ભાઈ કંટાળી ગયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news