Olpad News

સુરતમાં જંગલરાજ: બિન્દાસ્ત આવેલા લૂંટારુઓએ ગેસ એજન્સીમાં ધોળા દિવસે ચલાવી લૂંટ
જિલ્લામાં લૂંટ, હત્યા, હત્યાના પ્રયાસ સહિતના અનેક ગુના નોંધાઈ રહ્યાં છે પોલીસ ગણતરીના દિવસોમાં પણ આરોપીઓને પકડી રહી છે પણ અહીં તો સુરત ગ્રામ્યમાં પણ જાણે કે ગુનાખોરીએ માજા મૂકી છે. ઓલપાડના સાયણ ગામમાં ધોળે દિવસે ભરબજારમાં લૂંટારુઓએ પોતાના કારનામાને અંજામ આપ્યો છે.  સુરતના ઓલપાડના સાયણ ગામના એચપી ગેસ કંપનીના ગોડાઉનમાં આવેલા લૂંટારુઓએ 38 હજારથી વધુની રોકડની લૂંટ ચાલી હોવાની પોલીસ ફરિયાદ નોંધાયા. ભરત ગાંધીની ડિલરશીપ હેઠળ આ ગેસ એજન્સી ચાલી રહી છે અને તેમના ભત્રીજા કેયૂર ગાંધી આ સમયે ત્યાં હજાર હતાં. આસપાસના ગામોમાં ગેસ સિલિન્ડરની ગ્રાહકોને ડિલિવરી આપીને બપોરે સિલિન્ડરમાં થયેલી રોકડનો હિસાબ થઈ રહ્યો હતો ત્યારે જ ક્યાંકથી ત્રણ શખ્સો દોડી આવ્યા. બુકાનીધારી શખ્સોએ ભરત ગાંધીને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો અને આ જ જપાજપી વચ્ચે કેયૂર ગાંધી પણ વચ્ચે પડ્યા પણ લૂંટારુ લૂંટ કરવામાં સફળ રહ્યાં. કેયુર ગાંધીના માથા પર લાકડી મારી 38 હજારથી વધુની રોકડ લઈ લૂંટારા ફરાર થઈ ગયા. 
Feb 11,2021, 23:15 PM IST
ઓલપાડ સુરત સ્ટેટ હાઈવે પર LPG સિલિન્ડર ભરેલી ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત
Jan 9,2020, 10:45 AM IST

Trending news