આ ગામે ક્યારેય માર્શલ આર્ટનું નામ પણ નહોતું સાંભળ્યું, પણ આજે 6 વર્ષનો બાળક ગુજરાતને અપાવશે સિદ્ધિ
માત્ર ગામ જ નહીં પરંતુ આખા ગુજરાતનું નામ રોશન કર્યું છે. 14 મી ક્રુડો નેશનલ ટુર્નામેન્ટ, 4 થી ક્રુડો ફેડરેશન કપ અને અક્ષય કુમાર 15મી ઇન્ટરનેશનલ ક્રુડો ટુર્નામેન્ટમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: શહેરના ઓલપાડ તાલુકા ખાતે આવેલ એક નાનકડા ગામ સેગવાછાના લોકોએ ક્યારે પણ ક્રૂડો માર્શલ આર્ટનું નામ પણ ક્યારે સાંભળ્યું નહોતું અને આ જ ગામના 6 વર્ષીય ખેડૂત પુત્ર તુર્કિસ્તાનમાં થનાર ક્રુડો માર્શલ આર્ટના એશિયા કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છે. હાલમાં આજે સુરત ખાતે યોજાયેલ 14મી ક્રુડો તેને ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આ સાથે અન્ય બે ટુર્નામેન્ટમાં તે ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યો છે.
ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા
ઓલપાડ તાલુકા ખાતે આવેલા સેગવાછા ગામમાં રહેતા ખેડૂત જીગ્નેશકુમાર રામુભાઇ પટેલના છ વર્ષનો પુત્ર દેવાંશ છે. માત્ર ગામ જ નહીં પરંતુ આખા ગુજરાતનું નામ રોશન કર્યું છે. 14 મી ક્રુડો નેશનલ ટુર્નામેન્ટ, 4 થી ક્રુડો ફેડરેશન કપ અને અક્ષય કુમાર 15મી ઇન્ટરનેશનલ ક્રુડો ટુર્નામેન્ટમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
કોઈપણ પ્રકારનો ક્લાસ પણ નથી કર્યા
પિતા ખેડૂત છે અને ક્રૂડો માર્શલ વિશે તેમને કોઈ પણ જાણકારી નથી તેમ છતાં પોતાના બાળકને રુચી જોઈ તેઓએ તેને ક્રુંડો માર્શલ આર્ટ શીખવા માટે પ્રોત્સાહિત કર્યા. સેગવાછા ગામમાં કૃડો અંગે કોઈ જાણતું પણ નથી અને અહીં શીખવા માટે કોઈપણ પ્રકારનો ક્લાસ પણ નથી આવી પરિસ્થિતિમાં દેવાંશ કઈ રીતે માર્સલ આર્ટસ શીખશે એ મોટી સમસ્યા હતી પરંતુ પોતાના બાળકની રુચિ જોઈ દેવાંશના ગામ થી 20 કિલોમીટર દૂર સુરત શહેરના અડાજણ વિસ્તાર ખાતે ચાલનાર ક્રુડો ક્લાસીસમાં તેને ટ્રેનિંગ અપાવી તેઓ સપ્તાહમાં બે દિવસ પોતાના દેવાંશને લઈ આટલી દૂર ક્રુડો ક્લાસ ગામથી લઈને આવે અને જાય છે.
માત્ર દોઢ વર્ષમાં ક્રૂડો માર્શલ આર્ટ શીખીને આંતરરાષ્ટ્રીય સ્તર ઝળક્યો!
માતા પિતાની મહેનત અને દેવાંશના પ્રેમના કારણે હવે તે ભારતનું પ્રતિનિધિત્વ એશિયન ટુર્નામેન્ટમાં તુર્કિસ્તાન ખાતે કરશે. માત્ર છ વર્ષનો ટાબરિયો જે રીતે માર્શલ આર્ટનો સ્ટંટ કરે છે. ભલ ભલા તેને જોતા રહી જાય છે. આટલી નાની ઉંમરમાં એક નાના ગામથી આવનાર બાળક કઈ રીતે માત્ર દોઢ વર્ષમાં ક્રૂડો માર્શલ આર્ટ શીખીને માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની પ્રતિભા બતાવવા માટે સક્ષમ થઈ જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે