ઓલપાડમાં અડધીરાત્રે એવું શું બન્યું કે સમગ્ર ટાઉન ફેરવાયું પોલીસ છાવણીમાં, પથ્થરમારો અને મારામારીની ઘટના

સમગ્ર ઘટનાને લઈ જિલ્લા ભરનો પોલીસ કાફલો ઓલપાડ ખાતે ખડકી દેવાયો હતો, ત્યારે હાલ ઓલપાડ ટાઉનમાં શાંતમય માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આખી રાત પેટ્રોલીંગ કોમ્બિંગ હાથ ધર્યું હતું.

ઓલપાડમાં અડધીરાત્રે એવું શું બન્યું કે સમગ્ર ટાઉન ફેરવાયું પોલીસ છાવણીમાં, પથ્થરમારો અને મારામારીની ઘટના

સંદીપ વસાવા/ઓલપાડ: સુરતના ઓલપાડ જૂથ અથડામણ મામલો હવે થાળે પડ્યો છે. ગત રાત્રી (ગુરુવાર)ના રોજ ઓલપાડ ટાઉનમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બે જૂથનું ટોળું આમને સામને આવી ગયું હતું અને પત્થરમારો થતાં વાતાવરણ તંગ બન્યું હતું. સમગ્ર મામલો મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ સમાજની સગીરાને ભગાડીને લઈ બિચક્યો હતો. જેના કારણે ઓલપાડમાં તંગદિલી જેવો માહોલ સર્જાયો હતો. 

સમગ્ર ઘટનાને લઈ જિલ્લા ભરનો પોલીસ કાફલો ઓલપાડ ખાતે ખડકી દેવાયો હતો, ત્યારે હાલ ઓલપાડ ટાઉનમાં શાંતમય માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આખી રાત પેટ્રોલીંગ કોમ્બિંગ હાથ ધર્યું હતું. અસામાજિક તત્વ દ્વારા સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી હતી. જેને પગલે વિસ્તારની શાંતિ ભંગ થઈ હતી ત્યારે પોલીસે અફવા ન ફેલાવવા માટે આપીલ કરી હતી.

અફવા ફેલાવનાર સામે પાસા, તડીપારની કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત પોલીસ વડા દ્વારા કરવામાં આવી હતી. હાલ ઓલપાડ વિસ્તારમાં શાંતિભર્યો માહોલ છે. રાત્રી દરમ્યાન ઓલપાડ ટાઉન પોલિસ છાવણીમાં ફેરવાયું હતું. હાલ ઓલપાડ ટાઉનમાં પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે અને ઓલપાડ ટાઉન રાબેતા મુજબ ફરી ધમધમતું થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news