Olpad Gujarat Chutani Result 2022 હાઈ પ્રોફાઈલ જંગ, ઓલપાડ બેઠક પર મતદારોએ ભાજપનું કમળ ખીલવ્યું, BJP ઉમેદવાર આગળ 

Olpad Gujarat Chutani Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Olpad Gujarat Chutani Result 2022 હાઈ પ્રોફાઈલ જંગ, ઓલપાડ બેઠક પર મતદારોએ ભાજપનું કમળ ખીલવ્યું, BJP ઉમેદવાર આગળ 

Olpad Gujarat Chunav Result 2022: ઓલપાડ વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. પાટીદાર અનામત આંદોલન વખતે પણ પાટીદાર બહુલ્ય ધરાવતી આ સીટ પર ભાજપનો ભગવો લહેરાયો હતો. કોંગ્રેસ છેલ્લે 1985માં આ બેઠક પર જીતી હતી. ત્યારથી અત્યાર સુધી કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા નથી મળ્યો.જો કે આ વખતે આપની એન્ટ્રીથી રાજકીય સમકરણો બદલાયા છે.

જીલ્લો - સુરત
બેઠક- ઓલપાડ
પક્ષ- ભાજપ
ઉમેદવાર-મુકેશ પટેલ
રાઉન્ડ - 11
મતથી આગળ- 23980,મતની લીડથી આગળ

2022ની ચૂંટણી
2022ના ગુજરાત ચૂંટણી મહાસંગ્રામમાં ભાજપે સતત બે ટર્મથી જીતતા આવતા મુકેશ પટેલને મેદાને ઉતાર્યા છે. તો કોંગ્રેસે દર્શનકુમાર નાયકને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે આમ આદમી પાર્ટી તરફથી પાટીદાર નેતા ધાર્મીક માલવીયાને ઉમેદવાર છે. 

2017ની ચૂંટણી
2017માં ભાજપના મુકેશ પટેલે 61,578 મતોની સરસાઈથી કોંગ્રેસનાં યોગેન્દ્રસિંહ બાકરોલાને હરાવ્યા હતા. 

2012ની ચૂંટણી
2012માં ભાજપના મુકેશે પટેલે કોંગ્રેસના જયેશભાઇ પટેલને 37058 મતોના તફાવતથી હરાવ્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news