ઓલપાડ સુરત સ્ટેટ હાઈવે પર LPG સિલિન્ડર ભરેલી ટ્રક અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત

ઓલપાડ (Olpad) તાલુકામાં અત્યાર સુધીનો સોથી મોટો અકસ્માત (Accident) ઘટ્યો. સુરત ઓલપાડ સ્ટેટ હાઇવે પર આવેલા માસમાં ગામ નજીક સિલિન્ડર ભરેલી ટ્રક પલટી મારી જતા અચાનક ટ્રકમાં આગ (fire) ફાટી નીકળતા ટ્રકમાં સીલીન્ડર બ્લાસ્ટ થવાના શરૂ થયા હતા. દૂરદૂર સુધી સિલિન્ડર ફેંકાતા સ્થાનિકો ફફડી ઉઠ્યા હતા. આગની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ તરત ઘટના સ્થળે પહોંચી હતી. સીલીન્ડર બ્લાસ્ટથી ટ્રકમાં આગ લાગતા આગની ઝપેટમાં રીક્ષા,બે ટ્રક,આઈસર અને વિદ્યાર્થી ભરેલી બસ આવી ગયા હતાં. જોકે બસ ડ્રાયવરની સમય સુચકતા ના કારણે 20 થી વધુ બાળકોને બચાવાયા હતા .

Trending news