Akshay Kumar: અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, આ ફિલ્મમાં બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન્સ

Akshay Kumar B Grade Film: બોલીવુડના ખિલાડી કુમાર હવે ભલે સાફ સુથરી ફિલ્મોમાં કામ કરતા હોય પરંતુ એક સમય હતો જ્યારે તેણે પણ બી ગ્રેડ કેટેગરીમાં આવતી ફિલ્મમા કામ કર્યું છે. આ ફિલ્મમાં તેણે ભરીભરીનો બોલ્ડ સીન પણ કર્યા છે.

Akshay Kumar: અક્ષય કુમાર પણ કરી ચુક્યો છે B ગ્રેડ ફિલ્મોમાં કામ, આ ફિલ્મમાં બિંદાસ થઈને કર્યા બોલ્ડ સીન્સ

Akshay Kumar B Grade Film: અક્ષય કુમાર જેને બોલિવૂડમાં ખિલાડી કુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે તેણે તેના 34 વર્ષના કરિયરમાં જબરદસ્ત ફિલ્મોમાં કામ કર્યું છે. અક્ષય કુમારએ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હોય તેવી ફિલ્મો પણ આપી છે. એક સમય એવો હતો જ્યારે અક્ષય કુમારને હિટ મશીન પણ કહેવામાં આવતો. જોકે અક્ષય કુમાર એ કેટલીક ફ્લોપ ફિલ્મો પણ આપી છે. તેમાંથી એક ફ્લોપ ફિલ્મ તો બી ગ્રેડ કેટેગરીમાં આવે છે. 

અક્ષય કુમાર બી ગ્રેડ કેટેગરીમાં આવતી ફિલ્મો પણ કરી ચૂક્યો છે. જેમાંથી એક ફિલ્મ સૌથી વધારે ચર્ચામાં રહી હતી. 1992માં મિસ્ટર બોન્ડ નામની એક એક્શન ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોન્ડ નામના પાત્ર પર આધારિત હતી જેને અક્ષય કુમારે નિભાવ્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર નાના બાળકોની તસ્કરી રોકવાના મિશન પર નીકળે છે. જોકે આ ફિલ્મ દર્શકો અને ફિલ્મ સમીક્ષકોને ઈમ્પ્રેસ કરી શકી નહીં. 

આ ફિલ્મમાં અક્ષય કુમાર એક ઈમાનદાર પોલીસ ઓફિસર હોય છે. જેને એક ખાસ મિશન પણ મોકલવામાં આવે છે. 127 મિનિટની આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે શીબા, રુચિકા પાંડે, પંકજ ધીર અને મૈક મોહન જોવા મળ્યા હતા. મિસ્ટર બોન્ડ ફિલ્મનું નિર્દેશન રાજ એન સીપ્પીએ કર્યું હતું. આ ફિલ્મ રિલીઝ થયાની સાથે જ ખરાબ રીતે પિટાઈ ગઈ હતી. 

આ ફિલ્મમાં શિબાનું બોલ્ડ ફોટો શૂટ હતું. જેમાં અક્ષય કુમાર સાથે સ્ટીમ સીન પણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મ પછી સિવાય એ ખુલાસો કર્યો હતો કે તેણે જાણી જોઈને પોતાની બોલ્ડ ઈમેજ બનાવી હતી. કારણકે છેલ્લી કેટલીક ફિલ્મોમાં તેણે જે પાત્ર ભજવ્યા હતા તે માટે મોટાભાગે નવવિવાહિત દુલ્હન હતી અને તે આ ઈમેજને બદલવા માંગતી હતી. બોલ્ડ સીન અને એક્શનથી ભરપૂર હોવા છતાં પણ મિસ્ટર બોન્ડ અક્ષય કુમારના સફળ કારકિર્દીની ફિલ્મ સાબિત થઈ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news