Oath News

અરવિંદ કેજરીવાલના શપથગ્રહણમાં ઉમટ્યો માનવ મહેરામણ, PICS
દિલ્હીની વિધાનસભાની ચૂંટણી 2020માં 70માંથી 62 બેઠકો પર આપ પાર્ટીએ વિજય મેળવ્યો છે. રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા, સંતેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર પાલ ગૌતમે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતાં. નવાં કેબિનેટમાં એક પણ મહિલા નહીં. અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) આજે ઐતિહાસિક રામલીલા મેદાનાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદ માટેના સોગંધ લીધા છે. તેમણે આ પ્રસંગે કહ્યું છે કે તેઓ કેન્દ્ર સરકાર સાથે મળીને દિલ્હીને આગળ લઈ જવા ઇચ્છે છે. અરવિંદ કેજરીવાલે પોતના ભાષણમાં કહ્યું છે કે ''અમે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરીશું. અમે પીએમને પણ આમંત્રણ મોકલ્યું હતું પણ તેઓ કદાચ કોઈ બીજા કાર્યક્રમમાં વ્યસ્ત છે. હું દિલ્હીની પ્રગતિ માટે પીએમ અને કેન્દ્ર સરકાર પાસેથી આશીર્વાદ ઇચ્છું છું. કેજરીવાલના શપથગ્રહણમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
Feb 16,2020, 15:49 PM IST
હરિયાણાના મનોહરલાલ ખટ્ટર આવતીકાલે CM પદના લેશે શપથ
ભાજપના નવા ચૂંટાઈ આવેલા વિધાયકોની આજે ચંડીગઢમાં બેઠક થઈ. જેમાં મનોહરલાલ ખટ્ટર વિધાયક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં છે. તેઓ રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળીને સરકાર બનાવવા માટે દાવો રજુ કરશે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે તેઓ દિવાળીના દિવસે બપોરે 2 વાગે સીએમ પદના શપથ લઈ શકે છે. તેમની સાથે જ ડેપ્યુટી સીએમ પદ માટે પણ શપથ ગ્રહણ થશે. આ પદ માટે જેજેપી નેતા નૈના ચૌટાલાનું નામ ચર્ચામાં છે. સૂત્રોનું કહેવું છે કે મંત્રીઓના શપથગ્રહણ સમારોહને લઈને તસવીર હજુ સ્પષ્ટ નથી. મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ દીવાળી પછી થઈ શકે છે. દુષ્યંત ચૌટાલા પહેલેથી જ જનનાયક જનતા પાર્ટીના વિધાયકક દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યાં છે. ભાજપ અને જેજેપીમાં નક્કી થયેલા ફોર્મ્યુલા મુજબ સીએમ ભાજપના અને ડેપ્યુટી સીએમ જેજેપીમાંથી હશે.
Oct 26,2019, 15:45 PM IST

Trending news