અરવિંદ કેજરીવાલના શપથગ્રહણમાં ઉમટ્યો માનવ મહેરામણ, PICS

દિલ્હીની વિધાનસભાની ચૂંટણી 2020માં 70માંથી 62 બેઠકો પર આપ પાર્ટીએ વિજય મેળવ્યો છે. રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા, સંતેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર પાલ ગૌતમે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતાં. નવાં કેબિનેટમાં એક પણ મહિલા નહીં. અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) આજે ઐતિહાસિક રામલીલા મેદાનાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદ માટેના સોગંધ લીધા છે. તેમણે આ પ્રસંગે કહ્યું છે કે તેઓ કેન્દ્ર સરકાર સાથે મળીને દિલ્હીને આગળ લઈ જવા ઇચ્છે છે. અરવિંદ કેજરીવાલે પોતના ભાષણમાં કહ્યું છે કે ''અમે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરીશું. અમે પીએમને પણ આમંત્રણ મોકલ્યું હતું પણ તેઓ કદાચ કોઈ બીજા કાર્યક્રમમાં વ્યસ્ત છે. હું દિલ્હીની પ્રગતિ માટે પીએમ અને કેન્દ્ર સરકાર પાસેથી આશીર્વાદ ઇચ્છું છું. કેજરીવાલના શપથગ્રહણમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

નવી દિલ્દી : દિલ્હીની વિધાનસભાની ચૂંટણી 2020માં 70માંથી 62 બેઠકો પર આપ પાર્ટીએ વિજય મેળવ્યો છે. રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ ચૂક્યા છે. અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા, સંતેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર પાલ ગૌતમે મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતાં. નવાં કેબિનેટમાં એક પણ મહિલા નહીં. અરવિંદ કેજરીવાલે (Arvind kejriwal) આજે ઐતિહાસિક રામલીલા મેદાનાં ત્રીજી વખત મુખ્યમંત્રી પદ માટેના સોગંધ લીધા છે. તેમણે આ પ્રસંગે કહ્યું છે કે તેઓ કેન્દ્ર સરકાર સાથે મળીને દિલ્હીને આગળ લઈ જવા ઇચ્છે છે. અરવિંદ કેજરીવાલે પોતના ભાષણમાં કહ્યું છે કે ''અમે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરીશું. અમે પીએમને પણ આમંત્રણ મોકલ્યું હતું પણ તેઓ કદાચ કોઈ બીજા કાર્યક્રમમાં વ્યસ્ત છે. હું દિલ્હીની પ્રગતિ માટે પીએમ અને કેન્દ્ર સરકાર પાસેથી આશીર્વાદ ઇચ્છું છું. કેજરીવાલના શપથગ્રહણમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

1/6
image

અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં કહ્યું છે કે અમે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરીશું. અમે પીએમને પણ આમંત્રણ મોકલ્યું હતું પણ તેઓ કદાચ કોઈ બીજા કાર્યક્રમમાં વ્યસ્ત છે. હું દિલ્હીની પ્રગતિ માટે પીએમ અને કેન્દ્ર સરકાર પાસેથી આશીર્વાદ ઇચ્છું છું.

2/6
image

નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં દિલ્હીની AAP સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેકવાર ઘર્ષણની સ્થિતિ ઉભી થઈ છે. જોકે છેલ્લા એક વર્ષમાં કેજરીવાલે કેન્દ્ર સરકાર સાથે સહયોગ સાધવાની નીતિ અપનાવી છે. 

3/6
image

કેજરીવાલે કહ્યું કે દિલ્હીને કેજરીવાલ નથી ચલાવતો. પરંતુ ઓટોવાળા, શિક્ષક, ડોકટર, સ્ટુડન્ટ અને તમામ દિલ્હીવાસી ચલાવે છે. 

4/6
image

પોતાના વકતવ્યમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેટલાક લોકોએ આપને વોટ આપ્યા, કેટલાક લોકોએ બીજેપીને વોટ આપ્યા, કેટલાકે કોંગ્રેસને વોટ આપ્યા. આજે હું બધાનો મુખ્યમંત્રી છું.

5/6
image

કેજરીવાલની શપથવિધિ  જોવા માટે દરેક વર્ગના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

6/6
image

રામલીલા મેદાનમાં સીએમ અરવિંદ કેજરીવાલ સિવાય અન્ય 6 મંત્રીઓએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. નવી સરકારમાં મનીષ સિસોદિયા, ગોપાલ રાય, સત્યેન્દ્ર જૈન, ઇમરાન હુસૈન, કૈલાશ ગહલોત અને રાજેન્દ્ર પાલ ગૌતમ કેજરીવાલ સરકારના મંત્રી બની ગયા છે.