Nitish Kumar આજે બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેશે, બનશે આ રેકોર્ડ
બિહાર (Bihar) વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી NDAની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. રવિવારે જાહેરાત કરી દેવાઈ કે નીતિશકુમાર જ બિહારમાં NDA સરકારની કમાન સંભાળશે.
Trending Photos
પટણા: બિહાર (Bihar) વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી NDAની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. રવિવારે જાહેરાત કરી દેવાઈ કે નીતિશકુમાર જ બિહારમાં NDA સરકારની કમાન સંભાળશે. નીતિશકુમારે જણાવ્યું કે સોમવારે સાંજે લગભગ 4:30 વાગે શપથગ્રહણ સમારોહ થશે.
સુશીલ મોદીનું ફરીથી ડેપ્યુટી સીએમ બનવાનું સપનું રોળાયું
જો કે અત્યાર સુધી બિહારની એનડીએ સરકારમાં ડેપ્યુટી સીએમની કમાન સંભાળી રહેલા સુશીલ મોદીને આ વખતે ફરીથી આ પદનો લ્હાવો મળશે નહીં. વાત જાણે એમ છે કે ભાજપે તારકિશોર પ્રસાદને પાર્ટીના વિધાયક દળના નેતા અને રેણુબાળાને ઉપનેતા તરીકે પસંદ કર્યા છે. દિલ્હીથી પટણા પહોંચેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે NDA વિધાયક દળના નેતાની સાથે સાથે ભાજપ વિધાયક દળના નેતા અને ઉપનેતાના નામની પણ પુષ્ટિ કરી દીધી.
નીતિશકુમાર JDU વિધાયક દળના નેતા
આ અગાઉ પટણામાં નીતિશકુમારને સર્વસંમતિથી JDU વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. ત્યારબાદ એનડીએમાં સામેલ તમામ ચાર ઘટક પક્ષોના નેતાઓની બેઠક મુખ્યમંત્રીના ઘર પર થઈ. આ બેઠકમાં રાજનાથ સિંહ ઉપરાંત HAM પ્રમુખ અને પૂર્વ સીએમ જીતનરામ માંઝી અને VIPના અધ્યક્ષ મુકેશ સાહની પણ સામેલ થયા હતા. આ બેઠકમાં નીતિશકુમારના નામ પર સહમતિ બની. નીતિશકુમારે જણાવ્યું કે સોમવારે સાંજે લગભગ 4:30 વાગે શપથગ્રહણ સમારોહ થશે.
શપથ લેતાની સાથે જ નીતિશકુમારને નામે થશે આ રેકોર્ડ
નીતિશ કુમાર ફરીથી મુખ્યમંત્રી બનીને એક રેકોર્ડ બનાવી દેશે અને તે છે સૌથી વધારે મુખ્યમંત્રી પદના શપથ લેવાનો.. નીતિશ કુમાર મુખ્યમંત્રી પદના સાતમી વાર શપથ લેશે.
- સૌથી પહેલા 3 માર્ચ 2000માં મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ બહુમતના અભાવમાં સાત દિવસમાં તેમની સરકાર પડી ગઈ હતી.
- 24 નવેમ્બર 2005માં બીજી વાર તેમની તાજપોશી થઈ.
- ત્યારબાદ 26 નવેમ્બર 2010માં ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા.
- 2014માં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. પરંતુ 22 ફેબ્રુઆરી 2015માં ચોથી વાર મુખ્યમંત્રી બન્યા.
- 20 નવેમ્બર 2015માં પાંચમી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા.
- પછી આરજેડીનો સાથ છોડ્યો તો ભાજપની સાથે 27 જુલાઈ 2017માં છઠ્ઠી વાર તાજપોશી થઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે