ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પકડાયો, કાંડ થતા જ ઓસ્ટ્રેલિયાથી દુબઈ ભાગી ગયો હતો
Khyati Hospital : ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની આખરે ધરપકડ.... ક્રાઈમબ્રાંચની ટીમે અમદાવાદ એરપોર્ટથી કાર્તિક પટેલને ઝડપી પાડ્યો.. છેલ્લા 2 મહિનાથી ફરાર હતો કાર્તિક પટેલ...
Trending Photos
Ahmedabad News : અમદાવાદની ખ્યાતિકાંડમાં કાર્યવાહીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદ એરપોર્ટથી કાર્તિક પટેલને ઝડપી પાડ્યો છે. ખ્યાતિ ફાઉન્ડેશનનો ચેરમેન કાર્તિક પટેલ 2 મહિનાથી ફરાર હતો. દુબઈથી અમદાવાદ આવતા કાર્તિક પટેલની એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિકાંડ સમયે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં હતા. પરંતું ખ્યાતિકાંડ સામે આવ્યા બાદ તે દુબઈ ભાગી ગયો હતો. જેથી કરીને પોલીસે કાર્તિક પટેલ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. કાર્તિક પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી પણ કરી હતી. પરંતું કોર્ટે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવી હતી. ત્યારે હવે સકંજામાં આવેલા કાર્તિક પટેલની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે.
2 મહિનાથી ફરાર હતો
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલો બહાર આવતા જ સમગ્ર કાંડનો ખુલાસો થયો હતો. કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલનો માલિક છે. તે હેલ્થ, એજ્યુકેશન, રિઅલ એસ્ટેટ, હોસ્પિટિલિટી, એન્ટરટેઇનમેન્ટ સહિતના અનેક વ્યવસાય સાથે સંકળાયેલો છે. છેલ્લા અનેક માસથી તે ફરાર હતો. ખ્યાતિકાંડ સમયે કાર્તિક ઑસ્ટ્રેલિયામાં હતો. પરંતું કાંડ થતા જ બાદમાં દુબઈ ભાગી ગયો હતો. કાર્તિક પટેલ પરિવાર સાથે વિદેશમાં વેકેશન માણવાનો શોખીન છે. કાર્તિક પટેલ કરોડો રૂપિયાનો આસામી છે.
લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ હતી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાર્તિક પટેલની અમદાવાદ અરપોર્ટ પરથી અટકાયત કરી છે. કાર્તિક પટેલને વધુ તપાસ અર્થે ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યો છે. કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે જ તેને પકડી લેવાયો છે. ખ્યાતિકાંડ બાદ પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. તેની સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી.
કાર્તિક પટેલની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. કાર્તિક પટેલ ખ્યાતિ હત્યાકાંડનો મુખ્ય આરોપી છે, કાર્તિક પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. જમાઈ મારફતે કરેલી આગોતરા જમીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. ખ્યાતિ કાંડના બધા આરોપીની આગોતરા જમીન અરજી નામંજુર થઈ હતી.
શું હતો મામલો
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગામમાંથી 19 લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. જે બાદ દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જિયોગ્રાફી બાદ દર્દીના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 2 દર્દીઓના મોત થયા હતા. દર્દીના સબંધીઓએ હોસ્પિટલમાં તોડફોડ કરીને હોબાળો મચાવ્યો હતો. આખરે ખ્યાતિ હોસ્પિટલનો સમગ્ર કાંડ બહાર આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે