બ્રિટનના આ મંત્રીએ બાઇબલ નહી ભગવત ગીતાની લીધી શપથ, ગર્વથી કહ્યું- 'હું હિન્દુ છું'
ભારતીય સંસ્કૃતિ એટલી પ્રભાવી છે કે દેશમાંથી ગયા બાદ પણ કોઇ માણસ તેનાથી અલગ રહી શકતો નથી. આવું એક ઉદાહરણ છોડી રહ્યા છે બ્રિટનના એક રાજનેતા. આ નેતાએ એક ઇસાઇ દેશમાં રહેતા ભારતનું માન હંમેશા વધાર્યું છે. આ રાજનેતા જ્યારે પણ સાંસદ બને છે ફક્ત હિંદુઓના પવિત્ર ગ્રંથ ભગવત ગીતાની ઉપર હાથ રાખીને જ શપથ ગ્રહણ કરે છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય સંસ્કૃતિ એટલી પ્રભાવી છે કે દેશમાંથી ગયા બાદ પણ કોઇ માણસ તેનાથી અલગ રહી શકતો નથી. આવું એક ઉદાહરણ છોડી રહ્યા છે બ્રિટનના એક રાજનેતા. આ નેતાએ એક ઇસાઇ દેશમાં રહેતા ભારતનું માન હંમેશા વધાર્યું છે. આ રાજનેતા જ્યારે પણ સાંસદ બને છે ફક્ત હિંદુઓના પવિત્ર ગ્રંથ ભગવત ગીતાની ઉપર હાથ રાખીને જ શપથ ગ્રહણ કરે છે. આ નેતાનું નામ છે ઋષિ સુનક. ઇંફોસિસ (Infosys)ના ફાઉન્ડર નારાયણ મૂર્તિના જમાઇ ઋષિ સુનલને તાજેતરમાં જ બ્રિટનના નાણામંત્રી બનાવવામાં આવ્યા છે.
અંગ્રેજના વિરોધનો આ રીતે આપે છે જવાબ
ઋષિ સુનક દ્વારા દરેક વખતે ભગવત ગીતા પર હાથ રાખીને શપથ લેવા મુદ્દે ઘણા બ્રિટન નાગરિક વિરોધ કરતા રહ્યા છે. આ બાબત જ્યારે એક બ્રિટિશ સમાચારપત્રને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો ઋષિ સુનકે ગર્વ સાથે કહ્યું કે હવે હું બ્રિટનનો નાગરિક જરૂર છું. પરંતુ મારો ધર્મ હિંદુ છે. મારી ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસત ભારતીય છે. હું ગર્વથી કહું છું કે હું હિંદુ છું અને મારી ઓળખ પણ હિંદુ જ છે.
ગત દાયકાથી ડંકો વગાડી રહ્યા છે હિંદુ સાંસદ
તમને જણાવી દઇએ કે ઋષિ સુનાક ગત દાયકાથી બ્રિટનના રાજકારણમાં સક્રિય છે. વર્ષ 2017માં સુનાક બીજીવાર સાંસદ બન્યા હતા. 39 વર્ષના ઋષિ સુનક નાણામંત્રીના રૂપમાં વડાપ્રધાન બાદ સરકારમાં બીજા મોટા પદને ધારણ કરવા જઇ રહ્યા છે. નાણામંત્રીના રૂપમાં તેમનું નવું સરનામું નંબર 11, ડાઉનિંગ સ્ટ્રીટ હશે, જોકે વડાપ્રધાનમંત્રી ઓફિસ એટલે કે 10, ડાઉનિંગ સ્ટ્રીટની બાજુમાં છે. સુનક, યોર્કશાયરમાં રિચમંડથી સાંસદ છે. 2015માં પહેલીવાર બ્રિટિશ સંસદ પહોંચ્યા સુનકે નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા સાથે લગ્ન કર્યા છે. તેમને સત્તાધારી કંજરવેટિવ પાર્ટીમાં ઉગતા તારા તરીકે ગણવામાં આવે છે. તે બ્રેજ્ક્ટિટના મુદ્દે જોનસનના પ્રમુખ રણનીતિકારોમાં રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે