Shukra Gochar 2025: ધનનો કારક ગ્રહ શુક્ર ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, 5 રાશિવાળા 31 મે સુધી ભોગવશે રાજા જેવો વૈભવ, વધશે સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા
Shukra Gochar 2025: 28 જાન્યુઆરી 2025 ના રોજ શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર કરશે. જ્યારે શુક્ર ઉચ્ચ રાશિમાં હોય છે તો તેનો પ્રભાવ પણ ચરમ પર હોય છે. આ સમય દરમિયાન 5 રાશિવાળા લોકોને શુક્ર ઉત્તમ ફળ આપશે. આ 5 રાશિના લોકોને શુક્ર કલ્પના બહારનું સુખ પ્રદાન કરશે. આ 5 રાશિઓ કઈ કઈ જાણો.
Trending Photos
Shukra Gochar 2025: શુક્ર ગ્રહ 28 જાન્યુઆરીએ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શુક્ર 31 મે સુધી ગોચર કરશે. મીન રાશિ શુક્રની ઉચ્ચ રાશિ છે. પોતાની ઉચ્ચ રાશિમાં ગોચર કરવાથી શુક્ર ગ્રહ પોતાની ઊર્જાના ઉત્તમ સ્તર પર હશે. શુક્ર જીવનમાં ભૌતિક સુખ, પ્રેમ અને આકર્ષણ વધારે છે.
શુક્ર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ મીનમાં પહોંચીને 123 દિવસ સુધી ત્યાં ગોચર કરશે. શુક્રનું આ ગોચર કેટલીક રાશિ માટે અત્યંત શુભ સાબિત થવાનું છે. 31 મે સુધી કેટલીક રાશિઓ રાજા જેવું સુખ ભોગવશે. આ રાશિઓની સમૃદ્ધિ અને સમાજમાં પ્રતિષ્ઠા દિવસેને દિવસે વધશે. અચાનક જ આ રાશિના લોકોને ઉન્નતિ પ્રાપ્ત થશે. તો ચાલો તમને જણાવીએ મીન રાશિમાં ગોચર કરીને શુક્ર કઈ 5 રાશિને અચાનક લાભ કરાવશે.
શુક્રના મીન રાશિમાં પ્રવેશથી આ 5 રાશિઓને થશે લાભ
મિથુન રાશિ
શુક્રનું ગોચર મિથુન રાશિના દસમા ભાવમાં થશે. શુક્ર ગ્રહ આ રાશિના લોકોને સુખ અને પારિવારિક શાંતિ પ્રદાન કરશે. નવા વાહનની ખરીદી થઈ શકે છે. આ સમય દરમિયાન અધૂરી ઈચ્છાઓ પૂરી થવા લાગશે. નોકરી કરતા લોકોને તેમના પ્રયત્નોનું શ્રેષ્ઠ પરિણામ મળશે. આ સમય દરમિયાન વાતચીત કરવાનું કૌશલ ચરમ સીમા પર હશે. જેનાથી લોકો મંત્રમુગ્ધ થશે. આ સમય દરમિયાન વધારે વિચાર કરવાથી બચવું.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોને શુક્રનું ગોચર સારો સમય પ્રદાન કરશે. આ સમય દરમિયાન પાર્ટનર સાથે પ્રેમ વધશે. આ રાશિના વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત રહેશે. મિત્રો વચ્ચે લોકપ્રિયતા વધશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. શુક્ર અને રાહુ વેપારીઓને ફાયદો કરાવશે. આધ્યાત્મ તરફ ઝુકાવ વધશે.
ધન રાશિ
શુક્રનું ગોચર ધન રાશિના લોકોને પારિવારિક દ્રષ્ટિએ ફાયદો કરાવશે. આ તમે દરમિયાન મનમાં ઉત્સાહ અને ખુશી રહેશે. પારિવારિક સંબંધો મજબૂત થશે. કરિયરમાં સારો સમય શરૂ થશે. વાહનની ખરીદી થઈ શકે છે. ભૌતિક સુખના સાધનો વધશે. દરમિયાન ધાર્મિક કાર્યોમાં રુચિ વધી શકે છે. ભાવનાત્મક રીતે મજબૂતીનો અનુભવ થશે.
કુંભ રાશિ
શુક્રનું ગૌચર કુંભ રાશિના બીજા ભાવમાં થશે જેના કારણે સકારાત્મકતાનો અનુભવ થશે. આ સમય દરમિયાન પરિવાર અને મિત્રો સાથે યાત્રા થઈ શકે છે. ઘર પરિવારમાં શાંતિ રહેશે. ધાર્મિક કાર્ય વધારે થશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. સામાજિક પ્રતિષ્ઠા ચરમ પર હશે આર્થિક લાભ થશે.
મીન રાશિ
શુક્રનો ગોચર મીન રાશિમાં થવાનું છે. આ સમય મીન રાશિ માટે અત્યંત લાભકારી હશે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ તમે દરમ્યાન ભાઈ બહેનો સાથે સંબંધ મજબૂત થશે. વૈવાહિક જીવનમાં શાંતિ અને પ્રેમ વધશે. વેપારી વર્ગને લાભ થશે. આ સમય દરમિયાન વ્યક્તિત્વ પ્રભાવશાળી બનશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે