Gold Rate In Ahmedabad: અમદાવાદ સહિત 9 મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરી લો
Gold Rate Today: સોના એકવાર ફરીથી તેજી તરફ પ્રયાણ કર્યા છે. ચાંદી તો ક્યારે લાખ પર પહોંચી જાય તે નવાઈ નહીં. હાલ બંને કિમતી ધાતુઓના લેટેસ્ટ રેટ ખાસ જાણો.
Trending Photos
દેશમાં સોના અને ચાંદીમાં તેજીનો સિલસિલો ચાલુ છે. 10 ગ્રામ સોનાનો ભાવ હાલ 81000 રૂપિયાની પાર જોવા મળી રહ્યો છે. જો આમ જ રહ્યું તો જલદી સોનું પોતાના 82000 રૂપિયાના પીક પર એકવાર ફરીથી પહોંચી જશે. દેશના કેટલાક મોટા શહેરોમાં હાલ અંદાજિત સોના અને ચાંદીનો ભાવ શું હશે તે ખાસ જાણો.
દિલ્હીમાં સોનાનો ભાવ
મની કંટ્રોલ હિન્દી વેબસાઈટના રિપોર્ટ મુજબ દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 81430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે. જ્યારે 22 કેરેટનો ભાવ 74660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કોલકાતા અને મુંબઈમાં ભાવ
મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો બાવ 74510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો ભાવ 81280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નાઈમાં આજનો ભાવ
ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 746510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 81280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ભોપાલ અને અમદાવાદમાં ભાવ
અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાની રિટેલ કિંમત 74560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ જોવા મળી રહી છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભવ 81330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
હૈદરાબાદમાં ભાવ
હૈદરાબાદમાં 22 કેરેટ સોનું 74510 રૂપિયા અને 24 કેરેટ સોનું 81280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યું છે.
જયપુર, ચંડીગઢમાં ભાવ
જયપુર અને ચંડીગઢ શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 81430 રૂપિયા જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 74660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળે છે.
ચાંદીનો ભાવ
સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ તેજી છે. 18 જાન્યુઆરીના રોજ ચાંદી 96600 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર છે. 17 જાન્યુઆરીએ દિલ્હીના શરાફા બજારમાં ચાંદીનો ભાવ 500 રૂપિયા ઘટીને 93500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો હતો. કોમેક્સ ચાંદી વાયદા ભાવ એશિયન બજારોમાં 1.47 ટકા ઘટાડા સાથે 31.26 ડોલર પ્રતિ ઔંસ જોવા મળ્યો.
-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે