Saif Ali Khan: સૈફ અલીના શરીરમાં ફસાયો હતો આ ટુકડો, લોહીથી લથબથ અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ

Saif Ali Khan: સૈફ અલી ખાનના શરીરમાંથી જે ચાકુનો ટુકડો કાઢવામાં આવ્યો તેનો ફોટો વાઈરલ થયો છે. ડોક્ટર્સે સર્જરી પછી આ ટુકડો કાઢ્યો હતો. જો આ ઈજા વધારે ઊંડી હોત તો સૈફનો જીવ જોખમમાં મુકાઈ ગયો હોત.

Saif Ali Khan: સૈફ અલીના શરીરમાં ફસાયો હતો આ ટુકડો, લોહીથી લથબથ અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ

Saif Ali Khan: ગુરુવારે મોડી રાત્રે સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરમાં એક અજાણી વ્યક્તિ ઘૂસી ગઈ હતી અને આ વ્યક્તિએ સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો હતો. સૈફ અલી ખાનને ચાકુથી 6 ઘા મારવામાં આવ્યા હતા. જેના કારણે સૈફ અલી ખાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. હુમલો કરનાર વ્યક્તિએ જે ચાકુનો ઉપયોગ કર્યો હતો તેનો એક ટુકડો સૈફ અલી ખાનની કરોડરજ્જુમાં ઘૂસી ગયો હતો. ઓપરેશન પછી સૈફ અલીના શરીરમાંથી જે ટુકડો કાઢવામાં આવ્યો તેનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે..

જે ચાકુ સૈફ અલી ખાન પર હુમલો થયો હતો તેનો ટુકડો સૈફ અલી ખાનની બોડીમાંથી સર્જરી પછી કાઢવામાં આવ્યો. સૈફ અલી ખાન ગુરુવારે મોડી રાત્રે આ ટુકડા સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો. સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો ત્યારે ચાકુનો ધારદાર ભાગ તૂટીને સેફ અલીની કરોડરજ્જુમાં ફસાઈ ગયો હતો. જેના કારણે સૈફ અલી ખાન લોહીથી લથબથ થઈ ગયો અને આ જ અવસ્થામાં તે હોસ્પિટલ પહોંચ્યો હતો. 

સર્જરી પછી ડોક્ટરોએ આ ફોટો શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે જો આ ટુકડો 2 મીમી અંદર પહોંચી ગયો હોત તો સૈફ અલીનો જીવ જોખમમાં મુકાઈ જાત. જેના કારણે સૈફને પેરાલીસીસ પણ થઈ શક્યું હોત. જોકે સૈફ અલી ખાન હિંમત કરીને સમયસર હોસ્પિટલ પહોંચી ગયો અને સર્જરી પછી હવે તે સેફ છે. સૈફ અલી ખાન અને કરોડરજ્જુ ઉપરાંત ગરદન અને હાથ પર પણ ચાકુ મારવામાં આવી છે. 

આ ઘટનામાં તપાસ દરમિયાન એક્ટરના ઘરે કામ કરતી મેડને પણ પોલીસે નિવેદન માટે બોલાવી હતી. જેણે પોલીસની સામે કેટલાક ખુલાસા કર્યા છે. તેણે કહ્યું હતું કે જે વ્યક્તિ ઘરમાં ઘૂસ્યો હતો તેને એક કરોડ રૂપિયા જોઈતા હતા. ઘરમાં કામ કરતી મેડએ જણાવ્યું કે તેને બાથરૂમ પાસે અચાનક કર કોઈનો પડછાયો દેખાયો. પહેલીવાર તેને લાગ્યું કે ત્યાં કરીના હશે. પરંતુ પછી જ્યારે તેને શંકા ગઈ તો તે ત્યાં ચેક કરવા પહોંચી તો તે વ્યક્તિએ તેને પકડી લીધી અને ચૂપ રહેવાનું કહ્યું. આ દરમિયાન જ ત્યાં બીજી મેડ અને સૈફ અલી ખાન આવી ગયો. સૈફ અલી ખાનને જોઈને ઘરમાં ઘૂસી ગયેલા વ્યક્તિએ તેના પર એટેક કરી દીધો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news