રાજકોટમાં થયું BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા, કંપનીને તાળા મારી સંચાલકો ફરાર
Rajkot Ponzi Scheme Scam : રાજકોટમાં પણ BZ જેવું કૌભાંડ આવ્યું સામે....બ્લોકઆરા કંપનીનું 300 કરોડનું કૌભાંડ હોવાનો દાવો...લોકો પાસે રોકાણના નામે સવા 4 લાખ રૂપિયા લેવાતા...ઓફિસને તાળા મારીને કંપનીના સંચાલકો થયા ફરાર... 8 હજાર લોકોના નાણા ફસાયા હોવાનો અરજીમાં ઉલ્લેખ
Trending Photos
Rajkot News : ગુજરાતીમાં કહેવત છે કે, લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. વધુ રૂપિયા કમાવવાની લાલચમાં હાલ ગુજરાતભરમાં લોકો છેતરાઈ રહ્યાં છે અને પોતાની મૂડી પણ ગુમાવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં પણ ઉત્તર ગુજરાતના BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ પકડાયું છે. બ્લોકઆરા કંપનીનું 300 કરોડનું પોન્ઝી કૌભાંડ સામે આવ્યું છે. જ્યાં 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા હોવાનું કહેવાય છે. સવા ચાર લાખના રોકાણ સામે રોજ 4 હજારનું વળતર આપવાની રોકાણકારોને લાલચ અપાઈ હતી. ત્યારે હવે સંચાલકો કંપનીને તાળા મારીને ફરાર થઈ ગયા છે. આ કૌભાંડમાં ભોગ બનનાર રાજકોટના મુલતાની મોહસીન રસીદભાઈ નામના અરજદારે કરી પોલીસ કમિશ્નરમાં અરજી કરી છે. સુરતમાં આ મામલે ગુનો નોંધાયો છે.
રાજકોટના કોઠારિયા રોડ પર બાલાજી એપાર્ટમેન્ટમાં શક્તિ સોસાયટી નજીક બસ્કતી નગરમાં રહેતા અને સાબુ અને પાઉડરની એજન્સી ચલાવતા મોહસીનભાઈ રસીદભાઈ મુલતાણી સહિતના રાજકોટના રોકાણકારોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, અમે અમીત મનુભાઈ મુલતાનીને વર્ષોથી ઓળખીએ છીએ. અમે એક જ જ્ઞાતિના છીએ. જુન-૨૦૨૨ માં અમીતે રાજકોટ આવીને કહ્યું હતું કે, તે બ્લોક એરા કંપનીના સૌરાષ્ટ્ર હેડ છે. આ કંપની ક્રિપ્ટો કરન્સી - "TBAC" કોઈનનું કામ કરે છે. જેમાં બ્લોક ઓરા કંપનીના "TBAC" કોઈનમાં રોકાણ કરવાની સ્કીમ જણાવી હતી. આ આ સ્કીમમાં રોકાણ કરવાથી રોજ સારું વળતર મળે છે. ત્યારબાદ કંપનીની ઝુમ મીટીંગ તથા મુંબઈ સ્થિત સાહારા સ્ટાર હોટલમાં યોજેલ મોટી મિટીંગના વીડિયો બતાવ્યો હતો. આ બાદ અનેક લોકોએ તેમની સ્કીમમાં રોકાણ કર્યું હતું.
તેમણે કહ્યું કે, ત્યારબાદ રોજબરોજ તે વેબસાઈટ પર રોકાણનું વળતર દેખાડતું હતું અને અવારનવાર કંપનીના લોકો વિશેષ નાણાં રોકાણ કરવા માટે મોટી મોટી હોટલોમાં કોન્ફરન્સ કરતા હતાં, અને લોકોને લોભામણી લાલચો આપતા. આ બાદ અમને રકમ ઉપાડવા માટે કંપનીનો સંપર્ક કર્યો હતો. તો તેઓએ જણાવ્યું કે, હાલ થોડો સમય સીસ્ટમમાં એરર આવી ગઈ છે. જેથી થોડા દિવસમાં વધારે વળતર સાથે પૈસા પરત કરીશું. ત્યારબાદ અનેક બહાનાઓ આગળ ધરી અમારી માતબર રકમ પરત ન કરી. અમે WWW.COINMARKET.COM" પર તપાસ કરતા જાણવા મળ્યું કે, "blockaura" કે "TBAC" કોઈન કોઈ જગ્યાએ લિસ્ટીંગ થયા નથી. અમે કંપનીના લોકોનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે તેઓ મુંબઈ જતા રહ્યાં છે. આમ, અનેક લોકોએ આ સ્કીમમાં રોકાણ કરીને પોતાના નાણા ગુમાવ્યાં છે.
8000 જેટલા રોકાણકારો સાથે છેતરપિંડી
આ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણકારોને આઈડી વેચી અને વળતર મેળવી શકશો તેવી લાલચ આપી આ કરન્સીનો ભાવ 300 ડોલર પહોંચશે તેવી લાલચમાં આ રાજકોટના 12 રોકાણકારો ઉપરાંત અન્ય રોકાણકારોને ઝાળમાં ફસાવવા માટે હોટલમાં મીટીંગ બોલાવવામાં આવી હતી અને મોબાઈલમાં ઝુમ મીટીંગ દ્વારા મુંબઈની સડારા હોટલ તેમજ અન્ય ફાઈવસ્ટાર હોટલમાં મીટીંગનો વીડિયો દેખાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે